અમદાવાદ : ગઇકાલે ઓઢવ રબારી કોલોની વસાહત વિસ્તાર સહિતના સ્થળોએ બહુ અસરકારક ડિમોલીશન ડ્રાઇવ ચલાવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ ટીમ ટીપી રસ્તા, મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટ તેમજ ર્પાકિંગગાળી જગ્યા પરના દબાણ હટાવવાની ઝુંબેશ હેઠળ આજે શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં ત્રાટકી હતી અને ત્યાંના સ્થાનિક ૧ર પાકા રહેણાકનાં મકાન સહિતના ગેરકાયદે દબાણો દૂર કરીને અંદાજે ૧પ૭૦ ચો.મી. પ્લોટને ખુલ્લા કરાયા હતા. અમ્યુકોની ડિમોલીશન ડ્રાઇવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. સ્થાનિકોમાં ખાસ કરીને વેપારીઓ-દુકાનદારોમાં દબાણો દૂર કરવાની કામગીરીને લઇ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.
પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ સ્ટેડિયમ વોર્ડમાં આવેલી ટીપી નં.ર૮ના ફાઇનલ પ્લોટ નં. પ૭ર, પ૭૩, પ૭૪માં ગઇકાલે સ્થાનિક પોલીસની મદદથી ત્રાટક્યા હતા. આ પ્લોટમાં ગેરકાયદે ઊભા થયેલ ૧ર પાકા રહેઠાણનાં મકાન, ૧૮ ઓટલા અને નવ ક્રોસવોલને દૂર કરી અંદાજે ૧પ૭૦ ચો.મી. પ્લોટની જગ્યાને ખુલ્લી કરાઇ હતી. આ મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટમાં થયેલા દાયકાઓ જૂના દબાણને તોડવા માટે તંત્ર દ્વારા જેસીબી મશીન, દબાણની ગાડી તેમજ ખાનગી મજૂરોને કામે લગાડાયા હતા.
આ ઉપરાંત તંત્ર દ્વારા નવરંગપુરા વોર્ડમાં આવેલા પાર્કર હાઉસ બિલ્ડિંગની હોલોપ્લિન્થમાં ર્પાકિંગની જગ્યામાં ઊભું કરાયેલું ૭૦ ચો.મી.નું ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરીને પા‹કગની જગ્યા ખુલ્લી કરાઇ હતી. જ્યારે દક્ષિણ ઝોનમાં સત્તાવાળાઓએ બહેરામપુરા પોલીસચોકી ચાર રસ્તાથી મેલડી માતાના મંદિર સુધી બંને બાજુના અને વટવા ગામ તળાવથી રિંગરોડ સુધી અને કેદારમ્-૪થી મહાલક્ષ્મી તળાવથી મીડકો સુધીના રૂટ પર ટ્રાફિકને અડચણરૂપ ૧પ કાચા-પાકા શેડ, ર૦ ઓટલા, ૧પ ક્રોસ વોલ, ૬ બોર્ડ અને ૧૯ બેનર્સ વગેરે હટાવાયાં હતાં. અમ્યુકો તંત્રની કામગીરીને લઇ સ્થાનિકોના ટોળા રસ્તા પર એકત્ર થઇ ગયા હતા. જા કે, ટીમના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દબાણો દૂર કરી પ્લોટ અને માર્ગો ખુલ્લા કર્યા હતા.