FTII ના ચેરમેન પદેથી અનુપમ ખેરનું રાજીનામુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 

ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)ના ચેરમેન તરીકે અનુપમ ખેરે પણ રાજીનામુ આપી દીધું છે. ગજેન્દ્ર ચૌહાણે રાજીનામુ આપી દીધા બાદ અનુપમ ખેરની નિમણૂંક કરવામાં આવી હતી. અનુપમ ખેર છેલ્લા ઘણા સમયથી જવાબદારી સંભાળી રહ્યા હતા. અનુપમ ખેર સામે હાલમાં કેટલાક પ્રશ્નો ઉઠ્યા બાદ રાજીનામુ આપી દીધું છે.

માહિતી અને પ્રસારણ પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોરને મોકલવામાં આવેલા પત્રમાં અનુપમ ખેરે કહ્યું છે કે, શોના કમિટમેન્ટના કારણે તેઓ રાજીનામુ આપી રહ્યા છે. ૨૦૧૮થી ૨૦૧૯ વચ્ચેના ગાળામાં તેઓ અમેરિકા રહેશે. ત્યારબાદ બીજા ત્રણ વર્ષ પણ આપશે. જાણવા મળ્યા મુજબ અનુપમ ખેરને અમેરિકામાં એક શો કરવા માટે આમંત્રણ મળ્યું છે જેમાં તેઓ સામેલ રહેશે.

 

 

Share This Article