મુંબઇ : શેરબજારમાં ફરી એકવાર રિકવરી જાવા મળી હતી. ટેક મહિન્દ્રા અને ઇન્ફોસીસના નેતૃત્વમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૪.૨ ટકાનો મોટો ઉછાળો નોંધાતા શેરબજારમાં તેની અસર રહી હતી. કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ તેના દિવસના નુકસાનને રિકવર કરીને ૧.૫ ટકાના સુધારા સાથે બંધ થતાં કારોબારી સંતુષ્ટ દેખાયા હતા. નાણામંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રિઝર્વ બેંકની સ્વાયતત્તા ખુબ જરૂરી બની ગઈ હતી. સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સરકાર તરફથી પ્રતિક્રિયા આવ્યા બાદ તેજી જાવા મળી હતી. આજે કારોબારના અંતે સેંસેક્સ ૫૫૧ પોઇન્ટ ઉછળીને ૩૪૪૪૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૮૮ પોઇન્ટ ઉછળીને ૧૦૩૮૭ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૪.૨ ટકાનો ઉછાળો રહ્યો હતો.
નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં ૨.૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશનના નેતૃત્વમાં શેરમાં તેજી રહી હતી. રૂપિયો પણ દિવસની નીચી સપાટીથી ઉંચે રહ્યો હતો અને રિકવરી જાવા મળી હતી. ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ડોલર સામે રૂપિયો ૭૪.૧૪ સુધી પહોંચ્યો હતો. નાણામંત્રાલય દ્વારા આજે કેટલીક બાબતોને લઇને ખુસાલો કરવામાં આવ્યો હતો. એશિયન શેરબજારમાં ફરી એકવાર સ્થિતિ સુધરી હતી. જાપાનના નિક્કીમાં ૨.૨ ટકાનો સુથારો જાવા મળ્યો હતો.
મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૭૬ પોઇન્ટ ઘટીને ૩૩૮૯૧ની નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૪૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. નિફ્ટી ઇન્ડેક્સ બાવન પોઇન્ટ ઘટીને ૧૦૧૯૮ની નીચી સપાટીએ રહ્યો હતો. શુક્રવારના દિવસે કારોબારના છેલ્લા દિવસે સેંસેક્સ ૩૪૧ પોઇન્ટ ઘટીને ૩૩૩૪૯ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૫ પોઇન્ટ ઘટીને ૧૦૦૩૦ની સપાટીએ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૯૬૬ પોઇન્ટનો ઘટાડો અથવા તો ૨.૮૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટીમાં ૨૭૪ પોઇન્ટનો ઘટાડો જાવા મળ્યો હતો. અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે કટોકટીને લઇને પણ માર્કેટની ચિંતા વધી ગઈ છે. પત્રકાર જમાલના મોતને લઇને અમેરિકા અને સાઉદી અરેબિયા આમને સામને છે. વધારાના ક્રૂડ ઓઇલના ઉત્પાદનને લઇને સાઉદી અરેબિયાની હિલચાલ શું રહેશે તેને લઇને પણ વિશ્વની નજર કેન્દ્રિત થઇ છે. અમેરિકાએ આ સપ્તાહની શરૂઆતમાં જ ઇરાન ઉપર પ્રતિબંધ લાગૂ કરી દીધા હતા.