મુંબઈ : વર્ષ ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ મામલામાં કર્નલ પુરોહિત અને સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સહિત તમામ સાત આરોપીઓ સામે એનઆઈએ કોર્ટ દ્વારા આતંકવાદી કાવતરા અને હત્યાના આરોપ નક્કી કરવામાં આવ્યા છે. મામલાની આગામી સુનાવણી બીજી નવેમ્બરના દિવસે હાથ ધરવામાં આવશે. આ પહેલા સોમવારના દિવસે જ મુંબઈ હાઈકોર્ટે વિસ્ફોટના મામલામાં આરોપી લેફ્ટી કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત અને અન્યોની સામે નીચલી કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા આરોપ પર પ્રતિબંધ મુકવાનો ઇન્કાર કરી દીધો હતો.
બીજી બાજુ સાધ્વી પ્રજ્ઞાસિંહે આને કાવતરા તરીકે ગણાવીને કહ્યું છે કે, પહેલા એનઆઈએ દ્વારા તેમને ક્લીનચીટ આપવામાં આવી હતી. હવે તેમની સામે આરોપો નક્કી કરવામાં આવી રહ્યા છે. આ કોંગ્રેસના કાવતરા હતા પરંતુ તેમને વિશ્વાસ છે કે, આમાથી તેઓ નિર્દોષ છુટી જશે. કારણ કે વાસ્તવિકતાની હમેશા જીત થાય છે. એનઆઈએ દ્વારા કર્નલ પુરોહિત સહિત તમામ આરોપીઓ ઉપર આતંકવાદી કાવતરા રચવા, હત્યા અને તમામ બીજા અપરાધો અંગે આરોપ નક્કી કરવામાં આવ્યા છે. પુરોહિત આ મામલાના સાત આરોપીઓ પૈકી એક છે. હાઈકોર્ટે એનઆઈએના વકીલ સંદેશ પાટીલને મામલાની સુનાવણીની તારીખ ૨૧મી નવેમ્બર સુધી પુરોહિતની અરજીનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
હાઇકોર્ટે નીચલી કોર્ટમાં સુનાવણી પર પ્રતિબંધ મુકવાના પુરોહિતની અપીલને ફગાવી દીધી હતી. આરોપ નક્કી કરવાની પ્રક્રિયા એવી પ્રક્રિયા છે જે પ્રક્રિયા બાદ કોઇ અપરાધિક મામલામાં નીચલી કોર્ટમાં સુનાવણી શરૂ થઇ જાય છે. વર્તમાન મામલામાં એનઆઈએની ખાસ અદાલત દ્વારા પુરોહિત અને અન્ય આરોપીઓની સામે આરોપો નક્કી કરવાની પક્રિયા આજે શરૂ થઇ હતી. સનસનાટીપૂર્ણ મામલામાં છેલ્લા ઘણા સમયથી તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્રના માલેગાંવમાં ૨૯મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે એક મÂસ્જદની પાસે બાઈક પર વિસ્ફોટક સામગ્રીમાં બ્લાસ્ટ થતાં સાત લોકોના મોત થયા હતા અને ૧૦૦ લોકો ઘાયલ થયા હતા. પુરોહિત ઉપરાંત મામલામાં અન્ય આરોપીઓમાં પ્રજ્ઞાસિંહ ઠાકુર, મેજર (સેવાનિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, સમીર કુલકર્ણી, અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી અને સુધાકર ચતુર્વેદીનો સમાવેશ થાય છે.