અમદાવાદ : અમદાવાદ શહેરની શાન ગણાતી સાબરમતી નદી પ્રદૂષિત થઇ ગઇ હોવાથી મુખ્યમંત્રીની ટકોર બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગંગા નદીની જેમ રૂ.૫૪૭ કરોડના ખર્ચે સાબરમતી નદીના શુÂધ્ધકરણના પ્રોજેકટની જાહેરાત કરવામાં આવી છે. અમ્યુકોએ સ્વચ્છ સાબરમતી અભિયાન હેઠળ મહત્વાકાંક્ષી એકશન પ્લાન અમલમાં મૂકયો છે, જે મુજબ, જુદા જુદા ૪૦ નાળાઓ દ્વારા સાબરમતી નદીમાં ઠલવાતું તદ્દન અશુધ્ધ અને પ્રદૂષિત પાણીને ટ્રીટમેન્ટ કરી નદીમાં ઠાલવવામાં આવશે. જેના કારણે આગામી ૨૦૨૦ સુધીમાં નદીમાં પ્રદૂષણની માત્રા શૂન્ય થઇ જશે અને સોટ કામ શુધ્ધ અને ટ્રીટ કરેલું પાણી નદીમાં જાવા મળશે.
પરિણામે, સાબરમતી નદીમાં સો ટકા શુધ્ધ અને ટ્રીટ કરેલું પાણી જાવા મળશે એમ અત્રે શહેરના મેયર બીજલબેન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું. મેયર બીજલબેન પટેલ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન અમૂલ ભટ્ટ અને શાસક પક્ષના નેતા અમિત શાહની હાજરીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, સાબરમતી નદીમાં પ્રદૂષણની માત્રા ચિંતાજનક હદે વધતાં મુખ્યમંત્રીએ આ અંગે અમ્યુકોને જરૂરી પગલાં લેવા તાકીદ કરી હતી. જેને પગલે હવે અમ્યુકોએ સાબરમતી નદીને શુધ્ધ કરવાનો મહત્વપૂર્ણ પ્રોજેકટ હાથ ધર્યો છે. જે માટે સાબરમતી નદીમાં ઠલવાઇ રહેલા ટ્રીટ કર્યા સિવાયના ગંદા પાણીને શુધ્ધ કરી નદીમાં ઠાલવવા માટે રૂ.૫૪૭ કરોડના ખર્ચે નવ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાશે. આ પૈકી વાડજના જલવિહાર ખાતે ૬૦ એમએલડી પાણી શુધ્ધ કરવાની ક્ષમતા ધરાવતો રૂ.૭૨ કરોડના ખર્ચે એક એસટીપી આગામી બે મહિનામાં એટલે કે, ડિસેમ્બર-૨૦૧૮૭માં કાર્યરત થઇ જશે. જે રાણીપ બકરામંડી, વાડજ તથા નારણપુરા વિસ્તારને આવરી લેશે. આ ઉપરાંત બીજા એક ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂ.૪૩ કરોડના ખર્ચે વાસણા ખાતે તૈયાર થશે.
જે ૪૮ એમએલડી પાણીને ટ્રીટ કરવાની ક્ષમતા ધરાવશે. આ પ્લાન્ટ પણ ડિસેમ્બર-૨૦૧૮માં તૈયાર થઇ જશે. જે સમગ્ર વેજલપુર અનએ વાસણા વિસ્તારને આવરી લેશે. આ સિવાય ઓકટોબર ૨૦૧૯થી ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં બીજા સાત સુએઝ ટ્રીટેમેન્ટ પ્લાન્ટ કાર્યરત થઇ જશે. એકંદરે કુલ ૪૯૮ એમએલડી વધારાનું ગંદુ પાણી ટ્રીટ કરી સાબરમતી નદીમાં ઠાલવશે. આ રીતે વર્ષ ૨૦૨૦ સુધીમાં સાબરમતી નદીને સમાંતર એસટીપીની કુલ ક્ષમતા વધીને ૧૨૪૫ એમએલડી થઇ જશે. જેનાથી સો ટકા શુધ્ધ પાણી સાબરમતી નદીમાં જાવા મળશે. મ્યુનિ.કમિશનર વિજય નહેરાએ ઉમેર્યું કે, આ યોજનાનો ખર્ચ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના તથા અમૃત યોજના થકી કરાશે. સ્વચ્છ સાબરમતી અભિયાનના બીજા તબક્કામાં અમે સાબરમતી રિવરફ્રન્ટની શુÂધ્ધકરણની યોજના પણ હાથ ધરીશું.