મુંબઇ : બોલિવુડમાં હવે એન્ટ્રી કરવા જઇ રહેલી સારા ખાન આવતાની સાથે જ આડેધડ ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક નથી. તે સાવધાની સાથે કેરિયરને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે. સારા અલી ખાન ખાનની ફિલ્મ કેદારનાથના પોસ્ટરને જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા છે. આ પિલ્મ હવે સાતમી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે.તે કેદારનાથ બાદ સિમ્બા ફિલ્મમાં દેખાશે. પ્રથમ ફિલ્મ રજૂ થયા બાદ જ તે વધારે ફિલ્મ કરશે. તેની પાસે રોહિત શેટ્ટીની સિમ્બા પણ આવી છે. સારા અલી ખાન તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી બીજી ફિલ્મો સ્વીકારનાર નથી.
તેની પાસે ફિલ્મોની ઓફર આવી રહી છે. તેની પાસે રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાની ઓફર પણ આવી હોવાના હેવાલ મળ્યા છે. સારા અલી ખાન અભિષેક કપુરની નવી ફિલ્મ કેદારનાથના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને લઇને બોલિવુડના તમામ લોકો રાહ જાઇ રહ્યા છે. સારા પાસેથી જારદાર એન્ટ્રીની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપુત કામ કરી રહ્યો છે. હાલમાં સારા અલી ખાન મુંબઇના એક લોકપ્રિય સલુનમાંથી બહાર નિકળતા કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
સારાએ પોતાના ચહેરાને ઢાકવાના તમામ પ્રયાસ કર્યા હતા. તેની આ ઝલકને જાઇને ચર્ચા છે કે સારા પોતાની ડેબ્યુ ફિલ્મમાં લુકને છુપાવવાના તમામ પ્રયાસ કરી રહી છે. પોતાની પ્રથમ ફિલ્મ અંગે તમામ પ્રકારની માહિતી હાલમા જાહેર કરવામાં આવી રહી નથી. સુશાંત બોલિવુડમાં ગળા કાપ સ્પર્ધા હોવા છતાં પોતાની લોકપ્રિયતાને ટકાવી રાખવામાં સફળ રહ્યો છે. તે કેટલીક સારી ફિલ્મો કરી ચુક્યો છે.