નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરતપણે ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે સતત ૧૨માં દિવસે પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં લીટરદીઠ ૩૦-૨૦ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોમાં સ્થિતિ સુધારતા આ ઘટાડો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૩૦ પૈસા ઘટી જતાં કિંમત હવે ૭૯.૭૫ રૂપિયા થઇ ગઇ છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ મુજબની વાત કરવામાં આવી છે.
ડીઝલની કિંમત ૨૦ પૈસા ઘટીને લીટરદીઠ ૭૩૮૫ થઇ ગઇ છે. સતત ૧૨માં દિવસે આ ઘટાડો કરવામાં આવ્યો હતો. એકંદરે પેટ્રોલની કિંમતમાં હજુ સુધી ૩.૦૮ પ્રતિલીટરનો ઘટાડો થઇ ચક્યો છે જ્યારે ડીઝલમં ૧.૮૪ સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. ચોથી ઓક્ટોબરના દિવસે પેટ્રોલની કિંમત ૮૪ રૂપિયા અને ડીઝલની કિંમત લીટરદીઠ ૭૫.૪૫ સુધી પહોંચી હતી. તે દિવસે સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. સાથે સાથે રિટેલરોને પણ આની સુચના આપી હતી. પેટ્રોલની કિંમતમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. જુદા જુદા મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ ઘટાડો જારી રહેતા સામાન્ય લોકોને હવે રાહત થઇ છે.
આ મહિનાની શરૂઆતમાં તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલદીઠ ૭૭.૫૬ રહી છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોની સાથે સાથે રૂપિયાની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૧૨ દિવસે આજે ઘટાડો થતાં ભારે રાહત થઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે અવિરત ભાવ વધારો થયા પછી છેલ્લા ૧૨ દિવસથી કિંમતોમાં ઘટાડો થતાં તેની અસર જાવા મળી શકે છે. ભાવ વધારાને લઇને સામાન્ય લોકોમાં નારાજગી જાવા મળી રહી હતી. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી જુદા જુદા પરિબળોના આધાર પર ઘટાડો થઇ રહ્યો છે. દેશના મોટાભાગના શહેરોમાં આજે સતત ૧૨માં દિવસે ઘટાડો થતાં લોકોમાં અનેક મુદ્દાઓ હોવા છતાં આની ચર્ચા રહી હતી.