નવીદિલ્હી : દિવાળી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે રિલાયન્સ જીઓ દ્વારા ૧૦૦ ટકા દિવાળી કેશબેકની ઓફર કરી છે. સાથે સાથે ૧૬૯૯ રૂપિયામાં અનલિમિટેડ વાર્ષિક યોજનાની પણ જાહેરાત કરી છે. કેશબેક રિલાયન્સ ડિજિટલ કુપનમાં આપવામાં આવશે. રિલાયન્સ જીઓના એક્ટીવિઝર રહેલા કસ્ટમરો અને જીઓ પ્રાઈમ મેમ્બરશીપમાં નોંધણી કરાવી ચુકેલા યુઝરોને આનો લાભ મેળવવાની તક રહેશે. દિવાળી આડે થોડાક દિવસ રહ્યા છે ત્યારે રિલાયન્સ જીઓની આ ઓફર પણ કસ્ટમરોને ખેંચે તેવી શક્યતા છે. દિવાળી આડે મોટાભાગની કંપનીઓ નવી નવી ઓફરો અને ડિલ સાથે આગળ આવી રહી છે ત્યારે મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ જીઓ દ્વારા પ્રિપેઇડ રિચાર્જ ઉપર ૧૦૦ ટકા કેશબેક દિવાળીની ઓફર કરી છે.
જુદા જુદા સ્લેબમાં ઉપલબ્ધ પ્રિપેઇડ રિચાર્જની સાથે એક કસ્ટમર રિટેલર મારફતે ૧૪૯ અથવા તો તેનાથી વધુના રિચાર્જ કરાવશે તો તે ૧૦૦ ટકા કેશબેક માટે લાયક રહેશે. રિટેલર, જીઓ વેબસાઇટ, એપ અથવા તો જીઓ પાર્ટનરની કોઇપણ વેબસાઇટ ઉપર રિચાર્જ કરાવનારને ૧૦૦ ટકા કેશબેકનો ફાયદો મળશે. આ કેશબેક રિલાયન્સ ડિજિટલ કૂપનમાં આપવામાં આવશે. રિલાયન્સ જીઓના એક્ટીવ યુઝરો અને નોંધણી કરાવી ચુકેલાઓને લાભ મળશે. આ ઓફર ૧૮મી ઓક્ટોબર ૨૦૧૮થી ૩૦મી નવેમ્બર ૨૦૧૮ સુધી દરેક પ્રકારના કસ્ટમરો માટે ખુલ્લી છે. જ્યારે કુપન ઉપલબ્ધતાની અવધિ ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ સુધીની રહેશે. કેશબેક તરીકે આપવામાં આવનાર કૂપનો કોઇપણ રિલાયન્સના ડિજિટલ સ્ટોર ઉપર ચલાવી શકાશે.
રિલાયન્સ ડિજિટલ સ્ટોર દ્વારા વેચવામાં આવતી કોઇપણ વસ્તુ ઉપર પાંચ હજાર રૂપિયાની ખરીદી ઉપર પણ લાભ મળશે. આ ઉપરાંત રિલાયન્સ જીઓ દ્વારા ૧૬૯૯ રૂપિયામાં એક વર્ષમાં ટેરિફ પ્લાનની પણ શરૂઆત કરવામાં આવી છે જેમાં જીઓના ગ્રાહકો માટે અનલિમિટેડ વોઇસ અને ડેટા સર્વિસ આપવામાં આવનાર છે. ૩૬૫ દિવસની વેલિડિટી સાથે આ પેક ૫૪૭.૫ જીબી ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ૧.૫ જીબીની ડેઇલી લિમિટ પણ આમા રહેશે. પ્લાન જીઓ એપને લઇને અનલિમિટેડ એસએમએસની પણ ઓફર કરશે. રિલાયન્સ જીઓ દ્વારા હાલમાં કસ્ટમરોને નવી નવી ઓફરો આપવામાં આવી રહી છે. આ ઓફરો હેઠળ આ એક નવી ઓફર કરાઈ છે.