મુંબઇ : બોલિવુડના બાદશાહ તરીકે વધુ જાણીતા શાહરૂખ ખાને અંતે રાકેશ શર્માની બાયોપિક ફિલ્મમાં કામ કરવા માટે સહમતી દર્શાવી દીધી છે. શાહરૂખ ખાન હવે જીરો ફિલ્મ બાદ તેના પર કામ કરનાર છે. જીરોના ટ્રેલરને લઇને ઉત્સુકતા છે. ટ્રેલર તેના જન્મદિવસે એટલે કે બીજી નવેમ્બરના દિવસે જારી કરવામાં આવનાર છે. ફિલ્મના ચાહકો છેલ્લા કેટલાક દિવસથી ટ્લેરને લઇને રાહ જાઇ રહ્યા હતા. છેલ્લા એક વર્ષથી અંદાજ મુકવામાં આવી રહ્યો હતો કે રાકેશ શર્માની બાયોપિક ફિલ્મમાં મોટી ભૂમિકા કોણ અદા કરનાર છે. હવે શાહરૂખખાને તૈયારી દર્શાવતા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ચર્ચાનો અંત આવી ગયો છે. રાકેશ શર્માની ભૂમિકામાં શાહરૂખ ખાન નજરે પડનાર છે. ફિલ્મનુ નામ પણ નક્કી કરી લેવામાં આવ્યુ છે.
ફિલ્મનુ નામ સારે જહાં સે અચ્છા રાખવામાં આવ્યુ છે. ફિલ્મના નિર્માતા રાની સ્ક્રુવાલાએઅ કન્ફર્મ કરતા આ મુજબની વાત કરી છે. ફિલ્મની પટકથા અંગે વાત કરતા રાનીએ કહ્યુ છે કે ફિલ્મની પટકથા ખુબ પહેલા લખવામાં આવી ચુકી છે. આગામી વર્ષની શરૂઆતમાં ફિલ્મ પર શુટિંગ હાથ ધરવામાં આવનાર છે. હાલમાં એવી ચર્ચા પણ સપાટી પર આવી હતી કે ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે ભૂમિ પેડનેકર અદા કરવા જઇ રહી છે. જા કે રાનીએ હજુ સુધી આ અંગે કોઇ વાત કરી નથી. પહેલા એમ માનવામાં આવી રહ્યુ હતુ કે આમીર ખાન અને પ્રિયંકા ચોપડા ફિલ્મમાં લીડ રોલ કરશે. પરંતુ પ્રિયંકાઅ ફિલ્મ કરવાનો ઇન્કાર કરી દીધા બાદ હવે યોજના બદલી નાંખવામાં આવી છે. પહેલા ફિલ્મનુ નામ સેલ્યુટ રાખવામાં આવ્યુ હતુ. રાકેશ શર્મા પ્રથમ એવા ભારતીય નાગરિક છે જે સ્પેસમાં સાત દિવસ ૨૧ કલાક ૪૦ મિનિટ ગાળીને આવ્યા હતા. એ વખતે દેશના વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હતા.