જોન્સન કંટ્રોલ્સ- હિતાચી એર કંડિશનિંગ ઈન્ડિયા લિમિટેડ, ભારતનાં તૃતીય સૌથી વધુ વેચાતાં એર- કંડિશનરની ઉત્પાદક હિતાચી દ્વારા રાજધાનીમાં આજે ઊર્જા કાર્યક્ષમ એર- કંડિશનિંગ નિવારણોની નવી શ્રેણી રજૂ કરવામાં આવી હતી. આ અત્યંત ઊર્જા કાર્યક્ષમ અને પર્યાવરણ અનુકૂળ પ્રોડક્ટોની રજૂઆત સાથે હિતાચીનું લક્ષ્ય ભારતીય એસી ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનું અને ૨૦૨૧ સુધી ભારતની અગ્રણી એચવીએસી બ્રાન્ડ બનવાનું છે.
નિવાસી અને કમર્શિયલ એર- કંડિશનિંગ અગ્રણી જોન્સન કંટ્રોલ્સ- હિતાચી એર- કંડિશનિંગ ઈન્ડિયા લિમિટેડે હાલમાં ૯-૧૦ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ નવી દિલ્હીમાં નિવાસી સેગમેન્ટ માટે અને ૧૧ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ કમર્શિયલ સેગમેન્ટ માટે યોજાયેલી તેની વાર્ષિક બિઝનેસ મીટમાં તેની આક્રમક વેપાર યોજનાઓ અને ધ્યેય રજૂ કર્યા હતા.
હિતાચીએ ભારતમાં ૩૦ વર્ષથી વધુ વારસા સાથે પોતાને પ્રીમિયમ બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી દીધી છે. જોન્સન કંટ્રોલ્સ, યુ.એસ. અને હિતાચી, જાપાન વચ્ચે વૈશ્વિક સંયુક્ત સાહસ પછી તેની વૃદ્ધિની વ્યૂહરચનાના ભાગરૂપ કંપનીએ બજારમાં પોતાનું સ્થાન મજબૂત બનાવીને આગેવાની હાંસલકરવા માટે મોટા પહેલો હાથમાં લીધી છે.
નવા નાવીન્યપૂર્ણ નિવારણો રજૂ કરવા વિશે બોલતાં જોન્સન કંટ્રોલ્સ– હિચાતી એર– કંડિશનિંગના સીઓઓ અને પ્રેસિડેન્ટ શિનિચી લિઝુકાએ જણાવ્યું હતું કે વૈશ્વિક જવાબદાર બ્રાન્ડ તરીકે ઊર્જા કાર્યક્ષમ નિવારણનો વિકાસ વૈશ્વિક સ્તરે કંપનીએ આરંભથી જ વધુ ભાર આપ્યો છે અને સતર્ક રીતે વ્યૂહરચાઓનો અમલ કર્યો છે. ભારત માટે તે વિશેષ મહત્ત્વ ધરાવે છે અને હવે ઉત્તમ એર- કંડિશનિંગ નિવારણો પૂરાં પાડવાની ભારતમાં અગ્રણી એચવીએસી ખેલાડી બનવાની ખ્વાહિશ સાથે હિતાચીએ નિવાસી અને કમર્શિયલ સેગમેન્ટમાં ગ્રાહકોની વૈવિધ્યપૂર્ણ જરૂરતોને પહોંચી વળવા માટે પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી રજૂ કરી છે.
તેના કમર્શિયલ એર- કંડિશનિંગ સેગમેન્ટમાં હિકાચીએ વીઆરએફ એર- કંડિશનિંગ સિસ્ટમ્સ, ડક્ટેબલ એર- કંડિશનિંગ સિસ્ટમ્સ અને ચિલર્સમાં નવી પ્રોડક્ટો અને ટેકનોલોજીઓ રજૂ કરી છે, જે તેની નવી પ્રોડક્ટોને અન્યોથી પર નવી ઊંચાઈ પર લઈ જાય છે.
વીઆરએફ વૈશ્વિક સ્તરે અને ભારતમાં સૌથી વધુ વૃદ્ધિ પામતી શ્રેણી છે, જેને કમર્શિયલ સાથોસાથ નિવાસી સેગમેન્ટમાં પણ વૃદ્ધિની ઉત્તમ તક છે. હિતાચીએ વીઆરએફ સેગમેન્ટમાં સેટ ફ્રી સિગ્મા સિરીઝ રજૂ કરી છે, જે ઊર્જા બચાવવા સાથોસાથ જગ્યા બચાવે છે અને સંચાલન ખર્ચ પણ બચાવે છે. હિકાચીની સેટ ફ્રી સિગ્મા સિરીઝ વૈશ્વિક સ્તરે તૈયાર કરાયેલી અજોડ પ્રોડક્ટ છે, જે ભારતની હવામાનની સ્થિતિઓને ધ્યાનમાં રાખીને સાકાર કરવામાં આવી છે. વીઆરએફનું ૧ ઓડીયુ ૫ આઈડીયુ માટે કાર્યક્ષમ કૂલિંગ આપે છે. આ પ્રોડક્ટના લોન્ચ સાથે ગ્રાહકોને કોમ્બિનેશન મોડ્યુલ માટે વધુ સારા વિકલ્પો મળશે, ઉત્કૃષ્ટ એસ્થેટિક્સ અને વ્યાપક એમ્બિયન્ટ વર્કિંગ શ્રેણીનો લાભ મળશે.
હિતાચીની ડક્ટેબલ અને ચિલર્સની મોજૂદ શ્રેણી પર્યાવરણ અનુકૂળ પ્રોડક્ટો છે, જે મહત્તમ ઊર્જા કાર્યક્ષમતા સાથે કાર્યક્ષમ કૂલિંગ આપવા માટે તૈયાર કરવામાં આવી છે. હિતાચી પાસે ચિલર્સ પણ છે, જે આજ સુધી ભારતમાં સર્વોચ્ચ સીઓપી સાથેના સૌથી ઊર્જા કાર્યક્ષમ છે.
કમર્શિયલ એસી સેગમેન્ટની જેમ હિતાચીએ આ વર્ષે તેના રૂમ એર- કંડિશનિંગ સેગમેન્ટમાં એક્સપાન્ડેબલ ઈન્વર્ટર એર- કંડિશનર્સના યુગમાં પ્રવેશ કર્યો છે. હિતાચીનાં એક્સપાન્ડેબલ ઈન્વર્ટર એર- કંડિશનર્સ નોર્ધર્ન પ્લેન્સમાં કે દરિયાકાઠાં વિસ્તારોની ગરમ ભેજની 52*સે એમ્બિયન્ટ સ્થિતિઓમાં પણ મહત્તમ આરામ આપે તે રીતે તૈયાર કરવામાં આવ્યાં છે.
એક્સપાન્ડેબલ ઈન્વર્ટર એસી સિરીઝ વિશે બોલતાં જોન્સન કંટ્રોલ્સ- હિતાચી એર- કંડિશનિંગ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ગુરમીત સિંહે જણાવ્યું હતું કે ૬.૧ આઈએસઈઈઆર સાથે અમારી પ્રોડક્ટ કાશીકોઈ 5400x+ (1.0 ટીઆર, 5 સ્ટાર) આજે રૂમ એસી સેગમેન્ટમાં ભારતનાં સૌથી ઊર્જા કાર્યક્ષમ સ્પિલ્ટ એર- કંડિશનર છે. અમારી એક્સપાન્ડેબલ ઈન્વર્ટર એર- કંડિશનર શ્રેણીના ભાગરૂપ આ પ્રોડક્ટ અમારી અજોડ ડ્યુઅલ ફ્લો એક્સપાન્શન ટેકનોલોજી (ડીએફઈટી) ધરાવે છે, જે તેને ઉદ્યોગમાં ઉપલબ્ધ સૌથી ઊર્જા કાર્યક્ષમ એર- કંડિશનર બનાવે છે. અમે તેની શ્રેણીમાં સૌથી ઊર્જા કાર્યક્ષમ અને પર્યાવરણ અનુકૂળ યંત્રમાંથી એક હોય તેવાં 5 સ્ટાર ઈન્વર્ટર એસી પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત રાખીશું.