ગાંધીનગર : વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે ગુજરાત પહોંચી રહ્યા છે. મોદી આવતીકાલે મંગળવારના દિવસે સાંજે અમદાવાદ પહોંચી જશે. અમદાવાદમાં આવતીકાલે મોડી સાંજે પહોંચ્યા બાદ મોદી જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત થઇ જશે. અમદાવાદ વિમાનીમથકે પહોંચ્યા બાદ અહીંથી તેઓ સીધી રીતે અમદાવાદ સર્કિટ હાઉસ જશે. આગામી દિવસે મોદી અમદાવાદ વિમાનીમથકથી સવારે નવ વાગે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પહોંચનાર છે. અહીં સરદાર સરોવર બંધ ખાતે પહોંચ્યા બાદ ફુલોની ખીણ અથવા તો વેલી ઓફ ફ્લાવરનુ નિરીક્ષણ કરશે. ત્યારબાદ ટેન્ટ સિટી જશે. બંને જગ્યાએ નિરીક્ષણ કર્યા બાદ મોદી જનસભાને સંબોધન કરનાર છે. ત્યારબાદ વોલ ઓફ યુનિટીનુ લોકાર્પણ કરનાર છે. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાર્પણ કરનાર છે.
આના પછી મોદી સગ્રહાલયનુ પણ ઉદ્ઘાટન કરનાર છે. અહીંથી ત્યારબાદ સીધી રતે નવી દિલ્હી માટે રવાના થઇ જશે. વડાપ્રધાન કચેરી પાસેથી મોદીના બે દિવસના કાર્યક્રમ અંગે માહિતી મેળવી લેવામાં આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી શરૂ કરવામાં આવી છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે મોદી પોતાના આ વખતના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજભવનની જગ્યાએ સર્કિટ હાઉસમાં રોકાશે. વડાપ્રધાન બન્યા બાદથી હમેંશા ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ રાજભવનમાં જ રોકાય છે. જા કે આ વખતે તેઓ સર્કિટ હાઉસમાં રોકાનાર છે.
એમ કહેવામાં આવે છે કે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર લોકોની સાથે મોદી વાતચીત કરશે. મોદી તેમની સાથ અંગત રીતે વાતચીત કરનાર છે. આ તમામ લોકોને મળીને મોદી તેમનો વ્યક્તિગત રીતે આભાર પ્રગટ કરનાર છે. મોદી ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ મળનાર છે. મોદ ગુજરાતની રાજકીય સ્થિતી પર પણ ચર્ચા કરનાર છે. મોદી આ નેતાઓ સાથે વાતચીત દરમિયાન લોકસભાની ચૂંટણીની વ્યુહરચના સાથે વાતચીત કરશે. મળેલી માહિતી મુજબ મોદી હાલમાં ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર કરવામાં આવેલા હુમલાના સંબંધમાં માહિતી પણ મેળવશે. મોદીના ગુજરાત પ્રવાસને લઇને તંત્ર સજ્જ છે. ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે.