ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓક્ટોબરના દિવસે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાર્પણ કરનાર છે. લોકાર્પણ કાર્યક્રમને સાનુકુળ અને સરળ રીતે પાર પાડવા માટે પાંચ હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેટલાક રાજ્યોના મુખ્યપ્રધાન, રાજ્યપાલો અને અન્ય ટોપના લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
આ કાર્યક્રમના સંબંધમાં એક પોલીસ નાયબ મહાનિર્દેશકના માર્ગદર્શનમાં બે પોલીસ મહાનિર્દેશક ( આઇજી)સહિત પાંચ જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી), ૫૦ પોલીસ નિરીક્ષણ ( પીઆઇ), ૩૦૦થી વધારે પોલીસ નાયબ નિરીક્ષણ ( પીએસઆઇ)ની જુદા જુદા સ્થળો પર તૈનાતી કરવામાં આવનાર છે. આ સમગ્ર વિસ્તારમાં આશરે પાંચ હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવનાર છે. મોદીની યાત્રાને લઇને કેવડિયા કોલોની અને નર્મદા જિલ્લાને છાવણીમાં ફેરવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમ માનવામાં આવે છે કે કેવડિયાના પહાડી વિસ્તારમાં પેટ્રોલિંગ માટે ઘોડેસવાર પોલીસને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. ગ્રામીણ વિસ્તાર હોવાના કારણે પોલીસ પેટ્રોલિંગ, ડ્રોન બટન, સિસ્ટમ પણ રાખવામાં આવનાર છે.
તમામ સિસ્ટમને એલર્ટ કરી દેવામાં આવી છે. આશરે ત્રણ કલાક સુધી કાર્યક્રમ ચાલનાર છે. જેને લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.રાજ્ય સરકાર તરફથી સમગ્ર કાર્યક્રમને વધુ વિસ્તૃત બનાવવા માટે તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. સરદાર પટેલની પ્રતિમાનેલેજર લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ સાથે સજ્જ કરવામાં આવી છે. પોલીસ તંત્ર મોદીની યાત્રાને લઇને સુરક્ષાના મામલે કોઇ બાંધછોડ કરવા માટે તૈયાર નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમને લઇને ભારતના તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.