ટોકિયો : જાપાનના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોકિયોમાં ઔપચારિક શિખર બેઠક યોજશે. જાપાની વડાપ્રધાન સિન્જા અબે સાથે યોજાનારી આ બેઠક ઉપર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. આ બેઠકમાં દ્વિપક્ષીય સુરક્ષા અને આર્થિક સહકારને મજબૂત કરવાના વિષય ઉપર ચર્ચા થશે. નવી દિલ્હીથી જાપાન યાત્રાએ રવાના થતાં પહેલા મોદીએ ભારત અને જાપાનને પારસ્પરિક લાભવાળા ગઠબંધન તરીકે ગણાવીને પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આર્થિક અને ટેકનોલોજીની દ્રષ્ટિએ આધુનિકીકરણમાં ભારત માટે જાપાન સૌથી વિશ્વાસપાત્ર ભાગીદાર છે. મોદીની અબેની સાથે ૧૨મી બેઠક છે. વડાપ્રધાન
ે સૌથી પહેલી બેઠક સપ્ટેમ્બર ૨૦૧૪માં થઇ હતી.
મોદી સાથે બેઠક યોજાય તે પહેલા સિન્જા અબેએ વડાપ્રધાન મોદીને સૌથી વિશ્વાસપાત્ર મિત્રો પૈકી એક તરીકે ગણાવ્યા હતા. મોદીએ જાપાનના પ્રવાસ દરમિયાન એક ન્યુઝ પેપરને આપેલા સંદેશમાં કહ્યું હતું કે, ભારત એક વૈશ્વિક શÂક્ત તરીકે ઉભરી રહ્યું છે. અબેએ પણ કહ્યું હતું કે, દુનિયાની સમૃદ્ધિના રસ્તા પર ભારત આગળ વધી રહ્યું છે. તે સ્વતંત્ર અને ઓપનહિંદ પ્રશાંત ક્ષેત્ર માટે ભારતની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે.
અબેએ કહ્યું હતું કે, જે દિવસે મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડશે તે દિવસ ભારત-જાપાનની મિત્રતાના ચમકતા સંકેત તરીકે રહેશે. અબેએ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેના સંબંધો નિર્ણાયક દિશામાં આગળ વધી રહ્યા છે. જાપાન ભારતના આર્થિક વિકાસ અને મોદીના મેક ઇન ઇન્ડિયા પ્રયાસને સમર્થન આપવા માટે કટિબદ્ધ છે. તમામ ક્ષેત્રોમાં સારી Âસ્થતિમાં છે. જાપાન ભારતના આર્થિક વિકાસ અને જાપાનની વિશ્વ અગ્રણી ટેકનોલોજીનો ઉપયોગ કરીને હાઈસ્પીડ રેલ અને ભૂમિગત માર્ગોના માધ્યમથી મોદીની મેક ઇન ઇન્ડિયાની પહેલને સમર્થન આપી રહ્યા છીએ. અબેએ કહ્યું હતું કે જે દિવસે સહયોગના માધ્યમથી બુલેટટ્રેન દોડશે તે જ દિવસ સૌથી ઉપયોગી દિવસ રહેશે. સમગ્ર જાપાન સરકાર તરફથી મોદીનું સ્વાગત કરવા માટે તેઓ ગર્વ અનુભવ કરી રહ્યા છે.