પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી ક્ષેત્રે કેનેડા સાથેના સહયોગ માટેના સમજુતી કરારો (એમઓયુ)ને મંજુરી આપી દીધી છે. આ સમજુતી કરારો એક માળખાગત રચના પૂરી પાડશે તેમજ ભારત અને કેનેડાની રીસર્ચ અને ડેવલપમેન્ટ તથા શિક્ષણ સંસ્થાઓ વચ્ચે વૈજ્ઞાનિક સહયોગનું નિર્માણ કરવામાં સહાયભૂત બનશે.
મુખ્ય વિશેષતાઓ:
- વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રાલય દ્વારા કેનેડાના પ્રાકૃતિક વિજ્ઞાન અને એન્જીનીયરીંગ અનુસંધાન પરિષદ સાથે કરવામાં આવેલા સમજુતી કરારો અંતર્ગત ભારત અને કેનેડા વચ્ચે અનુસંધાન અને વિકાસમાં સહયોગ માટેનું એક નવીન મોડલ અમલમાં મુકવામાં આવશે.
- આ એમઓયુ હેઠળ ભારત અને કેનેડાની બહુશાખાકીય સંશોધન ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ઇન્ડિયા- કેનેડા સેન્ટર ફોર ઇનોવેટીવ મલ્ટીડિસીપ્લીનરી પાર્ટનરશીપ થી એક્સિલરેટ કમ્યુનીટી ટ્રાન્સફોર્મેશન એન્ડ સસ્ટેઇનેબીલીટી (આઈસી-ઈમ્પેક્ટસ) કાર્યક્રમને સમર્થન આપવામાં આવશે.
- રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીના ઉપયોગ દ્વારા વિકલ્પો પુરા પાડીને સામાજિક પરિવર્તનને ગતિશીલ બનાવવા ઉપર કેન્દ્રિત હશે.
- તેમાં ભાગ લેનારાઓમાં ભારત અને કેનેડાની વૈજ્ઞાનિક સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ અને રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીના શોધકર્તાઓનો સમાવેશ કરવામાં આવશે.
- પારસ્પરિક સહયોગ માટે નક્કી કરવામાં આવેલા ક્ષેત્રોમાં સુરક્ષિત અને સંતુલિત માળખાગત બાંધકામ અને સંકલિત જળ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.
- તે ભારત અને કેનેડા વચ્ચે સંસ્થાગત માળખાનો વિકાસ કરવામાં મદદ કરશે તેમજ બંને દેશોની વૈજ્ઞાનિક સંસ્થાનો, વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞો વચ્ચે સેતુ નિર્માણ કરવામાં સહાય કરશે.
નવેમ્બર 2005માં ભારત અને કેનેડા વચ્ચે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી સહભાગિતા માટે કરવામાં આવેલી આંતર-રાજકીય સંધીના પગલે આ સમજુતી કરારો કરવામાં આવ્યા હતા.