નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત ૧૦માં દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. જેના કારણે સામાન્ય લોકોને તહેવારની સિઝનમાં વધુને વધુ રાહત મળી રહી છે. વૈશ્વિક ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો જારી રહેતા આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. કિંમતોમાં લાંબા સમય સુધી દરરોજ વધારો કરવાનો સિલસિલો ચાલ્યા બાદ હવે રાહત થઇ રહી છે. આજે પેટ્રોલની કિંમતમાં લીટરદીઢ ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં ૩૫-૩૭ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હાલમાં ક્રુડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ ૮૬ ડોલર સુધી ઉંચી સપાટ પર પહોંચી ગયા બાદ તેમાં પ્રતિ બેરલ ૧૦ ડોલર સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે.
હાલમાં તેલ કિંમતોમાં અવિરત કરવામાં આવી રહેલા વધારા વચ્ચે હવે ઘટાડો કરવાનો સિલસિલો છેલ્લા ૧૦ દિવસથી ચાલી રહ્યો છે. જેથી સામાન્ય લોકોને મોંઘવારી વચ્ચે આંશિક રાહત થઇ હતી. કારણ કે સતત ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ હવે ઘટાડો કરવામાં આવ્યો છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બિલકુલ નજીક પહોંચી છે ત્યારે ભાવમાં ઘટાડો કરવાનો સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. પાંચ રાજ્યો પૈકી ત્રણમાં ભાજપ સત્તા ધરાવે છે. સરકારની વિરુદ્ધમાં કેટલાક તારણ આવ્યા બાદ આની નોંધ લેવામાં આવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી હવે યોજાનાર છે. જેના પરિણામસ્વરુપે ભાવ વધારા મુદ્દે સરકારની મુશ્કેલી હાલમાં વધી રહી હતી.
દેશમાં જુદી જુદી ચીજાના ભાવમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયા બાદ વધારો થઇ રહ્યો હતો. હજુ મોંઘવારીના કારણે લોકો ચોક્કસપણે પરેશાન દેખાઇ રહ્યા છે. આવી Âસ્થતીમાં મોદી સરકાર પાંચ વર્ષ પણ સત્તામાં પૂર્ણ કરી રહી છે. જેથી તેમની સામે શાસન વિરોધી લહેર ઉભી ન થાય તે બાબતની કાળજી મોદી સરકારને ચોક્કસપણે કરવી પડશે. જુદા જુદા સમુદાયના લોકો પણ હાલમાં નારાજ દેખાઇ રહ્યા છે. વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા ભાવ વધારાને કાબૂમાં લેવા માટે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. અન્ય આંતરરાષ્ટ્રીય પરિબળો પણ ભાવ વધારા માટે જવાબદાર દેખાઈ રહ્યા છે. પાંચમી ઓક્ટોબરને સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે આટલો જ ઘટાડો કરવા રાજ્યોને કહેવામાં આવ્યા બાદ પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ ઘટાડો કરવામાં આવે તેમ લોકો ઇચ્છે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત નવ દિવસથી ઘટાડો કરવામાં આવ્યો છે. મોંધવારી વચ્ચે હવે તેલના મોરચે લોકોને રાહત થઇ છે.હજુ વધુ રાહત મળે તેવી શક્યતા દેખાઇ રહી છે. કારણ કે ભાવ ઘટી રહ્યા છે