રિતિક રોશનની ક્રિશ ફિલ્મના આગામી ભાગ ઉપર કામ શરૂ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક રિતિક રોશને હાલમાં કેટલીક નવી ફિલ્મો પર કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ વિતેલા વર્ષોના અભિનેતા અને રિતિક રોશનના પિતા રાકેશ રોશને હવે તેમની સફળ ફ્રેન્ચાઇઝ ક્રિશની આગામી ફિલ્મ પર કામગીરી શરૂ કરી દીધી છે. આ ફિલ્મ પર પ્રાથમિક કામ શરૂ કરવામાં આવ્યુ છે. પોતાના પિતાની ફિલ્મમાં કામ કરવા માટે રિતિક રોશન વર્ષ ૨૦૧૮ના અંત સુધી ફ્રી થઇ જાય તેવી શક્યતા છે.

ત્યારબાદ આ મહત્વકાંક્ષી ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવનાર છે. રિતિકની છેલ્લી ફિલ્મ કાબીલ રજૂ કરવામાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે યામી ગૌતમે ભૂમિકા અદા કરી હતી. સાથે સાથે આઇટમ સોંગમાં ઉર્વશી રોટેલા નજરે પડી હતી. હાલમાં તે કેટલાક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ધરાવે છે.

જેમાં સુપર ૩૦નો સમાવેશ થાય છે. આ ફિલ્મ મેથેમેટેશિયન આનંદ કુમારની લાઇફ પર આધારિત છે. આ ઉપરાત તે ટાઇગર શ્રોફ અને વાણી કપુરની સાથે કામ કરવા જઇ રહ્યો છે. ક્રિશના નવા ઇન્સ્ટોલમેન્ટને લઇને તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. રિતિક રોશનની લાઇફમાં હાલમાં ઉથલપાથલ પણ રહી છે. કારણ કે કંગના રાણાવત સાથે તેના પ્રેમ સંબંધની ચારેબાજુ ચર્ચા જાવા મળી રહી છે. જા કે આ સંબંધમાં બોલિવુડમાં બે જુદી જુદી ટીમો છે. કેટલાક લોકો કંગના રાણાવતને સાથ આપી રહ્યા છે જ્યારે કેટલાક લોકો રિતિક રોશનને સાથ આપી રહ્યા છે. રિતિક રોશન પોતાની ફિલ્મોને લઇને આશાવાદી છે.

 

Share This Article