મુંબઇ: શેરબજારમાં આજે સવારમાં રેંજ આધારિત કારોબાર થયો હતો. કારોબાર શરૂ થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૩૬ પોઇન્ટ રિક્વર થઇને ૩૩૯૮૩ની સપાટી પર હતો. જ્યારે નિફ્ટી ૩૩ પોઇન્ટ સુધરીને ૧૦૧૮૦ની સપાટી પર હતો. દિવસ દરમિયાન શેરબજારમાં તેજી રહી શકે છે. જા કે કારોબારી હાલમાં જાખમ લેવા માટે તૈયાર નથી.ફાઈનાÂન્સયલ કંપનીઓમાં લિક્વિડીટીની કટોકટીથી રોકાણકારો હચમચી ઉઠ્યા છે.
આ મુદ્દાને હાથ ધરવા માટે સરકાર અને આરબીઆઈ તરફથી જુદા જુદા પગલા લેવામાં આવ્યા હોવા છતાં નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં કટોકટીને લઇને ચિંતા દૂર થઇ રહી નથી. આઈએલએન્ડએફએસની કટોકટી બાદ હવે એનબીએફસીમાં નવી કટોકટી ઉભી થઇ છે જેથી વેચવાલીનું વાતાવરણ રહ્યું છે. આરબીઆઈ દ્વારા લિક્વિડીટી ઠાલવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે પરંતુ મૂડીરોકાણકારોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાની બાબત સરળ દેખાઈ રહી નથી. ઓક્ટોબર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શનની ગુરુવારના દિવસે પૂર્ણાહૂતિ થશે.ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો ભારત માટે પડકારરુપ બની ગઈ છે.બીજી બાજુ કમાણીની સિઝન જોરદારરીતે ચાલી રહી છે.
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર, સાઉદી અરેબિયામાં નવેસરના ઘટનાક્રમની અસર પણ જાવા મળી રહી છે. આજે કારોબાર દરમિયાન દક્ષિણ કોરિયાના કોસ્પ અને હોંગકોંગના હેંગસેંગમાં ત્રણ ત્રણ ટકાનો ઘટાડો થયો હતો. જાપાનના નિક્કીમાં ૨.૭ ટકા સુધીનો ઘટાડો થયો હતો. જાપાન સહિત આ પ્રદેશ માટેના એમએસસાઇ ઇન્ડેક્સમાં મે ૨૦૧૭ બાદથી જારદાર ઘટાડો થયો હતો. મંગળવારે કારોબારના અંતે બીએસઇ સેંસેક્સ ૨૮૭ પોઇન્ટ ઘટીને ૩૩૮૪૭ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૯૮ પોઇન્ટ ઘટીને ૧૦૧૪૭ની સપાટી પર રહ્યો હતો.