અમદાવાદ : અમદાવાદને આ દિવાળી પર બ્રાન્ડ ન્યુ કલ્ચર સ્પેસ ૦૭૯ સ્ટોરીઝના રૂપમાં ભેટ મળવા જઇ રહી છે. આર્ટ લવર પૂર્વા દામાણીના માર્ગદર્શન હેઠળ ૦૭૯ સ્ટોરીઝનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૦૭૯ સ્ટોરીઝ શહેરના આલીશાન પશ્ચિમી વિસ્તારમાં એકમાત્ર આ પ્રકારની કલા અને સંસ્કૃતિ સંસ્થા હશે. આર્ટ ગેલેરીની શરુઆત ૨૩ ઓક્ટોબરથી થશે.
મુંબઇની ટેઓ આર્ટ ગેલેરી દ્વારા બનાવાયેલા “ધ આર્ટ ઓફ સ્ટોરીટેલિંગ”નું અનાવરણ ૨૩મી ઓક્ટોબરે કરવામાં આવશે.. આ ઉપરાંત પરેશ મૈતી દ્વારા ૪૦૦૦ કોપર બેલ્સવાળી ૧૨ફૂટ ઉંચી ઇન્સ્ટોલેશન શોના ભાગરૂપે એક મહિના માટે અહીં આવી રહી છે. ૦૭૯ સ્ટોરીઝના ઉદ્ઘાટન પ્રસંગે ટેઓ આર્ટ ગેલેરીના ઓનર કલ્પના શાહ અને તેમની સુપુત્રી અને ટેઓ આર્ટ ગેલેરીના ક્રિએટીવ ડિરેક્ટર સંજના શાહ ઉપસ્થિત રહેશે. એક્ઝિબિટિંગ આર્ટિસ્ટ અરુણાંશુ ચૌધરી, હિરલ ત્રિવેદી, જયદીપ મેહરોત્રા, જયશ્રી બર્મન, કિસાલય વોરા, પરેશ મૈતી, રતન સહા, સચિન ચૌધરી, સંજય કુમાર અને વિપુલ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહેશે.
૦૭૯ સ્ટોરીઝના ફાઉન્ડર પૂર્વા દામાણીએ જણાવ્યું કે, “સ્ટોરીઝ વાતચીત કરવા માટેની સૌથી માનવીય પદ્ધતિ છે, અને તે આપણને વ્યાખ્યાયિત કરે છે. આ આર્ટ ગેલેરી દ્વારા અમે આર્ટિસ્ટને તેમના આર્ટ દ્વારા તેમની સ્ટોરીઝ વ્યક્ત કરવા માટેનું માધ્યમ આપવા માંગીએ છીએ. ધ આર્ટ સ્ટોરીટેલિંગ ૨૦ નવેમ્બર સુધી પ્રદર્શિત કરવામાં આવશે. અમે શહેરની યંગ ઓડિયન્સને કલા સાથે જોડવા માંગીએ છીએ. અમે અમારા શો માટે વિદ્યાર્થીઓને આમંત્રિત કરવાનો પ્રયત્ન કરીશું.”
પૂર્વા દામાણી અમદાવાદી ઓડિયન્સને લાંબાગાળા માટે કલા સાથે જોડી રાખવાની ઇચ્છા દર્શાવે છે અને તેઓ ખાતરી કરે છે કે ૦૭૯ સ્ટોરીઝ ખરેખર એક ગેલેરી તરીકે ઉભરી આવશે કે જે કલાને દર્શાવશે.