લાંચ કેસ : નામ દુર કરવા પાંચ કરોડ રૂપિયા માંગ્યા

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી:  હૈદરાબાદના બિઝનેસમેન સતીષ બાબુ સનાની ફરિયાદના આધાર ઉપર કેન્દ્રિય તપાસ બ્યુરો દ્વારા રાકેશ અસ્થાના સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે અને કહેવામાં આવ્યું છે કે ત્રણ કરોડ રૂપિયા ગયા વર્ષે આપવામાં આવ્યા હતા. અસ્થાના પર આરોપ છે કે જે માંસ કારોબારી મોઈન કુરેશી સામે તપાસ ચાલી રહી હતી તેમાં આ લાંચ અપાઈ હતી.

દુબઈના ઈન્વેસ્ટર બેન્કર મનોજ પ્રસાદે સીબીઆઈ સાથે સારા સંબંધ હોવાની અગાઉ વાત કરી હતી. સના અને મનોજ વચ્ચે પણ મિત્રતા હોવાની બાબત સપાટી પર આવી હતી. મનોજની એફઆઈઆર દાખલ કરવાના આગલા દિવસે એટલે કે ૧૬મી ઓકટોબરના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ સમક્ષ કરવામાં આવેલી ફરિયાદમાં સનાએ દાવો કર્યો હતો કે મનોજને તેનું નામ દુર કરવાના બદલામાં સીબીઆઈ ઓફિસરને પાંચ કરોડ રૂપિયા આપવા માટે વાત થઈ હતી. આ વ્યક્તિએ કહ્યું હતું કે ત્રણ કરોડ રૂપિયા આપવામાં આવી ચુક્યા હતા.

જ્યારે બીજા બે કરોડ રૂપિયા ચાર્જશીટ દાખલ કરતી વેળા અને ક્લિનચિટ આપવાની સાથે આપવાની વાત કરી હતી. મનોજના ભાઈ સોમેશને જ્યારે મળ્યા ત્યારે કહેવામાં આવ્યું હતું કે અસ્થાના આ કામને હાથ ધરનાર છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના દુબઈ અને લંડનમાં ઈન્વેસ્ટમેન્ટને મેનેજ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અસ્થાના ગયા વર્ષે તમના લંડન સ્થિત આવાસમાં રોકાયા હતા. સીબીઆઈ ઓફિસરનો ફોટો સોમેશના વોટ્‌સએપ ઉપર જાવામાં આવ્યો હોવાનો દાવો સનાએ કર્યો હતો.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/888ca39f8133f695a9afb8fad9212a9c.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151