વિશાખાપટ્ટનમ: જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ ચાહકો રાહ જાઇ રહ્યા હતા તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલે પાંચ વનડે મેચોની શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમ ખાતે રમાનાર છે. મેચને લઇને તમામ તૈયાર કરી લેવામાં આવી છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ જારદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. પ્રથમ મેચથી આ બાબતની સાબિતી મળી ગઇ છે. ડેનાઇટ મેચનુ બપોરે ૧.૩૦ વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે.ગુવાહાટીમાં રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ધારણા પ્રમાણે જ ભારતે વેસ્ટઇન્ડિઝને આઠ વિકેટે કચડી નાંખીને ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૩૨૩ રનના લક્ષ્યાંકને પણ ભારતે ૪૭ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ ૧૫૨ રન ફટકાર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ પણ ૧૪૦ રન ફટકાર્યા હતા. કોહલીએ ૧૦૭ બોલમાં ૨૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટ ૧૦ રનમાં પડ ગયા બાદ રોહિત શર્મા અને કોહલીએ બીજી વિકેટની ભાગીદારીમાં ૨૪૬ રનની ભાગીદારી નોંધાવી હતી હાલમાં જ રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇÂન્ડયા ધારણા પ્રમાણે જ પ્રથમ મેચમાં જારદાર દેખાવ કર્યો હતો. પ્રથમ ક્રમાંકિત ખેલાડી વિરાટ કોહલીને વન ડે ક્રિકેટમાં દસ હજાર રન પૂર્ણ કરવાની તક રહેલી છે. ગુવાહાટી મેચ પહેલા કોહલીએ હજુ સુધી ૨૧૧ વનડે મેચોમાં ૫૮.૨૦ રનની સરેરાશ સાથે ૯૭૭૯ રન કર્યા હતા અને તેને ૧૦ હજાર રનની સિદ્ધી સુધી પહોંચવા માટે માત્ર ૨૨૧ રનની જરૂર છે. તે પૈકી ગુવાહાટીમાં રમાયેલી મેચમાં કોહલીએ ૧૪૦ રન ફટકારી દીધા હતા. આની સાથે જ હવે કોહલીને ૧૦૦૦૦ રન પુરા કરવા બીજા ૮૧ રનની જરૂર રહી છે.જેથી પાંચ વનડે મેચોની શ્રેણીમાં આ સિદ્ધી હાંસલ કરે તેવી શક્યતા છે. વિરાટ કોહલી હાલમાં જે રીતે ફોર્મમાં ચાલી રહ્યો છે. તે જાતા તેના માટે આ કામ બિલકુલ મુશ્કેલ દેખાઇ રહ્યો નથી. વિરાટ કોહલીએ ગુવાહાટી ખાતેની મેચમાં વનડે કેરિયરની ૩૬મી સદી ફટકારી હતી.રોહિત શર્મા પણ અનોખા રેકોર્ડ તરફ વધ રહ્યો છે. ગુવાહાટી મેચમાં રોહિતે આઠ છગ્ગા ફટકાર્યા હતા. આની સાથે જ રોહિત શર્માએ ગાંગુલના ૧૯૦ છગ્ગાના રેકોર્ડને તોડી ચુક્યો છે. તેના છગ્ગાની સંખ્યા હવે ૧૯૪ થઇ ચુકી છે. સચિન તેંડુલકરનાર રેકોર્ડને પણ તે આવતીકાલની વિશાખાપટ્ટનમ મેચમાં તોડી શકે છે. હાલમાં હૈદરાબાદમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પણ જીતીને ભારતે નવો ઇતિહાસ સર્જ્યો હતો. ભારતે વેસ્ટઇન્ડિઝ ઉપર હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૂર હતી. જે ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા. તે પહેલા રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે વિન્ડીઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી. આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં ભારતે અફગાનિસ્તાનને બેંગલોરમાં એક ઈનિંગ્સ અને ૨૬૨ રને હાર આપી હતી.ભારતીય ટીમ આવતકાલે રમાનાર મેચમાં કોઇ ફેરફાર કરે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. જતના સિલસિલાને જાળવ રાખવા માટે ભારતીય ટીમ તૈયાર છે. વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ મેચમાં બેટિંગમાં શાનદાર દેખાવ કરીને જંગી જુમલો ખડક્યો હતો. જા કે તેના બોલર ફ્લોપ સાબિત થઇ રહ્યા છે. જેથી પ્રથમ મેચમાં જંગ સ્કોર હોવા છતાં ભારતે સરળતાથી તમામ રન બનાવી લીધા હતા અને મેચ જતી લીધી હતી. બંને ટીમો નીચે મુજબ છે.
ભારત : કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેકે અહેમદ, ચહેલ, ધવન, ધોની, જાડેજા, કુલદીપ, સામી, પાંડે, પંત, રાહુલ, રાયડુ, ઉમેશે.
વિન્ડીઝ ટીમ : હોલ્ડર, એલેન, અમ્બરીશ, બિશુ, હેમરાજ, હેટમાયર, હોપ, જાસેફ, લુઈસ, નર્સ, પોલ, પોવેલ, રોચ, સેમ્યુઅલ, થોમસ.