મુંબઇ : શેરબજારમાં આજે પણ મંદીનો માહોલ અકબંધ રહ્યો હતો. સેંસેક્સ ૨૦૦ અને નિફ્ટી ૧૦૦ પોઇન્ટ ઘટીને ખુલતા અફડાતફડી રહી હતી. સેંસેક્સ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ૩૩૯૩૫ની સપાટી પર હતો. સેંસેક્સે ૩૪ હજારની સપાટી ગુમાવી દીધી હતી. શુક્રવારના દિવસે સેંસેક્સ ૪૧૭ પોઇન્ટ ઘટીને ૩૪૩૧૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૬૮ પોઇન્ટ ઘટીને ૧૦૩૦૩ની સપાટીએ રહ્યો હતો. શુક્રવારના દિવસે ઇકવીટી મૂડીરોકાણકારોની ૧.૬૦ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જતી રહી હતી. નોન બેંકિંગ ફાયનાનીશ્યલ કંપનીઓમાં લીકવીડિટીની કટોકટીથી રોકાણકારો હચમચી ઉઠ્યા છે. આ મુદ્દાને હાથ ધરવા માટે સરકાર અને આરબીઆઈ તરફથી જુદા જુદા પગલા લેવામાં આવ્યા હોવા છતાં નોન બેંકિંગ ફાયનાનીશ્યલ કંપનીઓમાં કટોકટીને લઇને ચિંતા દૂર થઇ રહી નથી. આઈએલએન્ડએફએસની કટોકટી બાદ હવે એનબીએફસીમાં નવી કટોકટી ઉભી થઇ છે જેથી વેચવાલીનું વાતાવરણ રહ્યું છે. આરબીઆઈ દ્વારા લીકવીડિટી ઠાલવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે પરંતુ મૂડીરોકાણકારોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાની બાબત સરળ દેખાઈ રહી નથી. ઓક્ટોબર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શનની ગુરુવારના દિવસે પૂર્ણાહૂતિ થશે.ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો ભારત માટે પડકારરુપ બની ગઈ છે.
બીજી બાજુ કમાણીની સિઝન જારદારરીતે ચાલી રહી છે. આઈટીસી, એશિયન પેઇન્ટ્સ, અદાણી પોર્ટ, અંબુજા સિમેન્ટ, કોટક મહિન્દ્રા, યશબેંક, મારુતિ, વિપ્રો, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ દ્વારા પરિણામો જારી કરાશે. આ સપ્તાહ દરમિયાન સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના આંકડા તેમના દ્વારા જારી કરાશે. સોમવારના દિવસે કારોબારના અંતે સેન્સેક્સ ૧૮૧ પોઈન્ટ ઘટીને ૩૪૧૩૪ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ઈન્ડેક્સ ૫૮ પોઈન્ટ ઘટીને ૧૦૨૪૫ની નીચી સપાટીએ રહ્યો હતો.