નવી દિલ્હી: પોતાના એફટીટીએચ (ફાયબર ટુ દ હોમ) બ્રોડબેન્ડ પ્લાનને અપડેટ કરવામાં આવ્યા બાદ બીએસએનએલ હવે ૧૦૯૭ના રીચાર્જ પેકને રજુ કરતા આનાથી મોટો ફાયદો થઈ શકે છે. જેમાં અમલિમિટેડ વોઈસ કોલ ઉપરાંત ૨૫ જીબીના ડેટા પણ મળશે. આ પ્લાનની કાયદેસરકતા ૩૬૫ દિવસની રહેશે. બીએસએનએલના આ પ્લાનની રિલાયન્સ જીયોના ૧૬૯૯ના પ્લાન સાથે સ્પર્ધા રહેશે. જીયોએ આ પ્લાનમાં ૩૬૫ દિવસ એટલે કે એક વર્ષની વેલેડિટી આપી છે.
અલબત્ત તેમાં ૫૪૭.૫ જીબી ડેટા બેનિફિટ મળે છે. એટલે કે ૧.૫ જીબી પ્રતિ દિવસ મળે છે. આ ઉપરાંત જીયોના ૧૬૯૯ રૂપિયાના પ્લાનમાં જીયો એપ્સ માટે ફરજિયાત નોંધણી પણ મળે છે. બીએસએનએલની સત્તાવાર વેબસાઈટ ઉપર જણાવવામાં આવ્યું છે કે ૧૦૯૭નો આ રીચાર્જ પ્લાન હાલમાં કોલકાતાના ગ્રાહકો માટે છે.
આમાં દિલ્હી અને મુંબઈને છોડીને દેશભરમાં મફત મેસેજ, અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમીંગ વોઈસ કોલની સુવિધા મળશે. સાથે સાથે આમાં એક વર્ષ માટે ૨૫ જીબી ડેટા પણ મળશે એટલે કે દરરોજ માત્ર ૭૦ એમબી ડેટા મળશે. બીએસએનલની આ સ્કીમને પણ ફાયદાકારક ગણવામાં આવે છે.