વોશિંગ્ટન : તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સગર્ભા મહિલાઓમાં સ્ટ્રોકનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં મહિલાઓને સ્ટ્રોકની અસર સગર્ભા અવસ્થા દરમિયાન થઈ છે. બાળકને જન્મ આપ્યા બાદ અથવા તો બાળકના જન્મ પહેલાં મહિલાઓમાં સ્ટ્રોકનો ખતરો વધી ગયો છે. અગાઉ એવી માન્યતા હતી કે મહિલાઓને સગર્ભા અવસ્થા દરમિયાન ભાગ્ય જ સ્ટ્રોકનો હુમલો થાય છે. પરંતુ સંશોધકોએ શોધી કાઢ્યું છે કે છેલ્લા બાર વર્ષના ગાળામાં સ્ટ્રોકના હુમલાઓ સગર્ભા અવસ્થા દરમિયાન વધી ગયા છે. અમેરિકામાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૪૦૮૫ જેટલી સગર્ભા સાથે સંબંધિત સ્ટ્રોકથી ગ્રસ્ત મહિલાઓને હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવી હતી.
વર્ષ ૧૯૯૪-૯૫માં અમેરિકામાં સ્ટ્રોક સાથે સંબંધિત મહિલાઓને સારવાર આપવામાં આવી હતી. વર્ષ ૨૦૦૬-૦૭માં આ સંખ્યામાં ૫૪ ટકાનો વધારો થતાં સંખ્યા ૬૨૯૩ સુધી પહોંચી હતી. સ્ટ્રોકમાં વ્યાપક અભ્યાસ હાલમાં કરવામાં આવ્યો છે. અમેરિકન હાર્ટ એશોસિયેશનના અહેવાલમાં જાણવા મળ્યું છે કે અમે ખૂબ જ ચિંતિત બની ગયા છીએ. એટલાન્ટા, જ્યોર્જિયામાં અભ્યાસને લઈને જુદી જુદી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. એકંદરે બનાવમાં અમેરિકામાં ત્રણ ટકાથી વધુનો વધારો થયો છે.
નવેસરના આંકડામાં જાણવા મળ્યું છે કે બાળકને જન્મ આપવાના ત્રણ મહિનાની અંદર અથવા તો સગર્ભા અવસ્થા દરમિયાન સ્ટ્રોકના હુમલાઓ વધી ગયા છે. જા કે સ્વસ્થ મહિલાઓમાં આવા હુમલાનો ખતરો ઓછો રહે છે. વધુને વધુ મહિલાઓ સગર્ભા અવસ્થા દરમિયાન સ્થૂળતા, હાઈપર ટેન્શન, ડાયાબીટિશ અને હાર્ટના રોગ સાથે સંબંધિત થઈ જાય છે.