મુંબઇ: શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૭૦ પોઇન્ટ સુધરીને ૩૪૩૮૬ની ઉંચી સપાટી પર હતો. જ્યારે નિફ્ટી ૨૫ પોઇન્ટ સુધરીને ૧૦૩૨૯ની સપાટી પર હતો. આજે દિવસ દરમિયાન સારી Âસ્થતી રહી શકે છે. જા કે કારોબારી હાલમાં વધારે જાખમ લેવા માટે તૈયાર નથી. શુક્રવારના દિવસે સેંસેક્સ ૪૧૭ પોઇન્ટ ઘટીને ૩૪૩૧૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૬૮ પોઇન્ટ ઘટીને ૧૦૩૦૩ની સપાટીએ રહ્યો હતો. શુક્રવારના દિવસે ઇÂક્વટી મૂડીરોકાણકારોની ૧.૬૦ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જતી રહી હતી.
નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં લિÂક્વડીટીની કટોકટીથી રોકાણકારો હચમચી ઉઠ્યા છે. આ મુદ્દાને હાથ ધરવા માટે સરકાર અને આરબીઆઈ તરફથી જુદા જુદા પગલા લેવામાં આવ્યા હોવા છતાં નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં કટોકટીને લઇને ચિંતા દૂર થઇ રહી નથી. આઈએલએન્ડએફએસની કટોકટી બાદ હવે એનબીએફસીમાં નવી કટોકટી ઉભી થઇ છે જેથી વેચવાલીનું વાતાવરણ રહ્યું છે. આરબીઆઈ દ્વારા લિÂક્વડીટી ઠાલવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે પરંતુ મૂડીરોકાણકારોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાની બાબત સરળ દેખાઈ રહી નથી. ઓક્ટોબર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શનની ગુરુવારના દિવસે પૂર્ણાહૂતિ થશે. શુક્રવારે ડોલર સામે રૂપિયો ૨૯ પૈસા મજબૂત થઇને ૭૩.૩૨ની સપાટીએ રહ્યો હતો. નિકાસકારો અને ફોરેન ફંડ પ્રવાહ દ્વારા અમેરિકી ડોલરનું વેચાણ કરવામાં આવ્યું હતું.
ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો ભારત માટે પડકારરુપ બની ગઈ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ૪૯ સેન્ટ વધીને ૭૯.૭૮ પ્રતિબેરલ સુધી પહોંચી ગઈ છે. આરબીઆઈના અંદાજ મુજબ દરેક ૧૦ ડોલર પ્રતિબેરલનો વધારો દેશના જીડીપી ગ્રોથમાં ૦.૧૫ ટકા સુધી અસર કરે છે. બીજી બાજુ કમાણીની સિઝન જારદારરીતે ચાલી રહી છે. આઈટીસી, એશિયન પેઇન્ટ્સ, અદાણી પોર્ટ, અંબુજા સિમેન્ટ, કોટક મહિન્દ્રા, યશબેંક, મારુતિ, વિપ્રો, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ દ્વારા પરિણામો જારી કરાશે. આ સપ્તાહ દરમિયાન સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના આંકડા તેમના દ્વારા જારી કરાશે. યુરોપિયન સેન્ટ્રલ બેંકની મિટિંગ ગુરુવારે મળશે.