જીએસટી રિટર્ન દાખલ કરવા માટેની અંતિમ તારીખ વધી છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી: નાણામંત્રાલય દ્વારા સપ્ટેમ્બર મહિના માટે જીએસટીઆર-૩બી વેચાણ રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખને પાંચ દિવસ વધારીને ૨૫મી ઓક્ટોબર કરી દીધી છે. આની સાથે જુલાઈ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ની અવધિ માટે ઇન્પુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરનાર કારોબારી પણ આઈટીસીને લઇને ૨૫મી ઓક્ટબર સુધી દાવા કરી શકશે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કરવેરા અને અન્ય સંબંધિત અધિકારીઓના કહેવા મુજબ કારોબારીઓ અને ઉદ્યોગો દ્વારા જીએસટી હેઠળ જુલાઈ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮ માટે ઇન્પુટ ટેક્સ ક્રેડિટના દાવા માટેની અંતિમ તારીખ ૨૦મી ઓક્ટોબર હોવાથી ચિંતા વ્યક્ત કરી હતી. સીબીઆઈસી દ્વારા ટવીટ કરીને કહેવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બર માટે જીએસટીઆર-૩બી રિટર્ન દાખલ કરવાની સમય મર્યાદા ૨૫મી ઓક્ટોબર ૨૦૧૮ કરી દેવામાં આવી છે.

ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ કોઇ મહિનાના જીએસટીઆર-૩બી તેના આગામી મહિનાની ૨૦મી તારીખ સુધી દાખલ કરવાના હોય છે. સપ્ટેમ્બર મહિનાના જીએસટીઆર-૩બી રિટર્ન દાખલ કરવાનો સમય ૨૦મી ઓક્ટોબર હતો. આને લઇને કારોબારીઓએ ચિંતા વ્યક્ત કરીને ૨૦મી ઓક્ટોબર સુધી રિટર્ન દાખલ કરવાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. ખરીદી રિટર્નથી તેમના વેચાણ રિટર્નના આંકડાને મેચ કરવાની બાબત યોગ્ય દેખાઈ ન હતી. આ બાબતને ધ્યાનમાં લઇને નાણામંત્રાલય દ્વારા સપ્ટેમ્બર મહિનામાં જીએસટી રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ વધારીને ૨૫મી ઓક્ટોબર કરી દીધી છે.

TAGGED:
Share This Article