ગુવાહાટી : ગુવાહાટીમાં આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પાંચ વન ડે મેચોની શ્રેણીની પ્રથમ ડે નાઇટ વનડે મેચ રમાનાર છે. તેમની વચ્ચે રમાયેલી મેચોના ઇતિહાસ પર નજર કરવામા આવે તો વેસ્ટ ઇન્ડિઝનો દેખાવ ભારત કરતા પ્રમાણમાં સારો રહ્યો છે. જા કે વિન્ડીઝનો સુવર્ણ યુગ હતો ત્યારે વિન્ડીઝે મોટા ભાગની મેચોમાં ભારત સામે જીત મેળવી હતી. જા કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિન્ડીઝની ટીમ મોટા ભાગે ભારતની સામે હારી છે. તેમની વચ્ચે હજુ સુધી કુલ ૧૨૧ મેચો રમાઇ રહી છે. જે પૈકી ૬૧માં વેસ્ટ ઇન્ડિઝની જીત થઇ છે. ભારતની ૫૬ મેચોમાં જીત થઇ છે. એક મેચ ટાઇ અને ત્રણ મેચો પરિણામવગરની રહી છે. તેમની વચ્ચે પ્રથમ મેચ પ્રુડેÂન્શયલ વર્લ્ડ કપમાં રમાઇ હતી. નવમી જુન ૧૯૭૯માં આ મેચ રમાઇ હતી. એજબેસ્ટન ખાતે રમાયેલી આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ગ્રુપ બીની મેચમાં નવ વિકેટે જીત મેળવી હતી. તેમની વચ્ચે છેલ્લી મેચ છટ્ઠી જુલાઇ ૨૦૧૭ના દિવસે જમૈકા સબિના પાર્ક ખાતે રમાઇ હતી જેમાં ભારતે આઠ વિકેટે જીત મેળવી હતી.
છેલ્લે શ્રેણીમાં ભારતે જીત મેળવી હતી. હવે ફરી શ્રેણી શરૂ થઇ રહી છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો આંકડા ખુબ રોમાંચક રહ્યા છે. જા કે છેલ્લા ૧૬ વર્ષમાં Âસ્થતી બદલાઇ ગઇ છે અને આ વર્ષોમાં ભારતનુ પ્રભુત્વ રહ્યુ છે. ટેસ્ટ ક્રિકેટની વાત કરવામાં આવે તો બંને દેશો વચ્ચે હજુ સુધી કુલ ૯૬ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૨૦ અને વેસ્ટ ઇન્ડિઝે ૩૦ ટેસ્ટ મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા ભારતીય ટીમ પર પ્રભુત્વ ધરાવતી હતી.
જ્યારે ક્લાઇવ લોઇડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી ત્યારે તેમની ટીમ ખુબ શÂક્તશાળી હતી. એ વખતે ભારતીય ટીમ પ્રમાણમાં નબળી હતી. વેસ્ટ ઇન્ડિઝના બોલરોનુ પ્રભુત્વ રહેલુ હતુ.વિન્ડીઝની ટીમમાં માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટસ અને અન્ય બોલરો હતા. જે શÂક્તશાળી હતા. તેમની સામે રમવામાં તો દરેક બોલરોને તકલીફ પડતી હતી. બંને ટીમો ગુવાહાટી પહોંચી ગયા બાદ જારદાર તૈયારીમાં લાગી હતી. હોલ્ડરના નેતૃત્વમાં વિન્ડીઝની ટીમ પણ લડાયક દેખાવ કરવા માટે ઇચ્છુક છે. ટેસ્ટ શ્રેણીમાં હારી ગયા બાદ વનડેમાં આ ટીમ પ્રમાણમાં સારો દેખાવ કરી શકે છે.