નવીદિલ્હી: દૂરસંચાર વિભાગ ભારતીય સરહદમાં વિમાનો અને જહાજામાં યાત્રીઓને શરૂમાં માત્ર ડેટા સેવાની મંજુરી આપવા ઉપર વિચારણા કરે છે. ફ્લાઇટ દરમિયાન કનેક્ટીવીટીના દિશા નિર્દેશ હેઠળ યાત્રીઓને ફ્લાઇટ અને દરિયાઈ જહાજાના પરિવહન દરમિયાન માત્ર રાષ્ટ્રીય સરહદની અંદર વોઇસ અને ડેટા સર્વિસની મંજુરી આપવામાં આવશે. દૂરસંચાર વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, દૂરસંચાર વિભાગ શરૂઆતમાં ઉંડાણ દરમિયાન કનેક્ટીવીટીના દિશા નિર્દેશ હેઠળ માત્ર ડેટા સેવા માટે અરજી લેશે. વોઇસના ગેટવેને લઇને હજુ કેટલાક મુદ્દા રહેલા છે.
જેથી આ સેવાઓ તાત્કાલિક ધોરણે શરૂ થઇ શકશે નહીં. મોટાભાગના વિકસિત બજારોમાં ઇનફ્લાઇટ સેવા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. અલબત્ત વિમાનના ઉડ્ડયન અને ઉતરવાના ગાળા દરમિયાન મોબાઇલ ફોનના ઉપયોગ ઉપર અંકુશ રહેશે પરંતુ દૂર સંચાર આયોગે વિમાનની સીધી દિશામાં ચાલવાના ગાળા દરમિયાન મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ સેવાઓના ઉપયોગ પરથી પ્રતિબંધો દૂર કરી દીધા છે.
વૈશ્વિક સ્તર પર કેટલીક એરલાઈન્સ દ્વારા પોતાના યાત્રીઓ માટે વાઈફાઇ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે પરંતુ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની Âસ્થતિમાં તેમને આ સુવિધા બંધ કરવાની ફરજ પડે છે. એરએશિયા, એરફ્રાન્સ, બ્રિટિશ એરવેઝ, ઇજિપ્ત એર, અમિરાત, એર ન્યુ ન્યુઝીલેન્ડ, મલેશિયા એરલાઈન્સ, કતાર એરવેઝ, વર્જિન એટલાÂન્ટક એવી ૩૦ એરલાઈન્સમાં સામેલ છે જે ફ્લાઇટમાં મોબાઇલના ઉપયોગની મંજુરી આપે છે પરંતુ ભારતીય હવાઈ ક્ષેત્રમાં તેમની મંજુરી હોતી નથી. દૂરસંચાર વિભાગ આ દિશા નિર્દેશોને જારી કરતા પહેલા આગામી સપ્તાહમાં કાયદાકીયમંત્રાલય સાથે વાતચીત કરશે.