શિરડી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિરડી મંદિરમાં ખાસ પુજા કરી હતી. સાથે સાથે અનેક પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા હતા. મોદીએ આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધન કર્યુ હતુ. જેમાં અગાઉની કોંગ્રેસની સરકાર પર પ્રહારો કર્યા હતા. અગાઉની સરકાર કેટલી ધીમી ગતિથી કામ કરી રહી હતી તેના પર આંકડા મોદએ રજૂ કર્યા હતા. સાથે સાથે મહારાષ્ટ્ર સરકારને તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. મોદીએ કહ્યુ હતુ કે મહારાષ્ટ્ર સરકારે પાણીની સમસ્યાને દુર કરવા માટે વિવિધ પગલા લીધા છે. શિરડીના સાઇબાબાએ સમાધી લીધી તેને આજે ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે.
જેની ઉજવણી કરવામાં આવી રહી છે. મોદીએ મંદિરમાં પુજા કરી હતી. આ પ્રસંગે તેમની સાથે રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ ઉપÂસ્થત રહ્યા હતા. વડાપ્રધાન વિઝિટર બુકમાં પોતાના વિચાર રજૂ કર્યા હતા. શિરડીમાં ત્યારબાદ મોદીએ રેલી યોજી હતી. મોદીએ શિરડીમાં ૧૫૯ કરોડ રૂપિયાના ખર્ચ તૈયાર થયેલા પ્રોજેક્ટના ભુમિ પુજન કર્યુ હતુ. સાંઇ બાબા સંસ્થાન ન્યાસના અધ્યક્ષ સુરેશ હાવરેએ કહ્યુ હતુ કે અહીં નવા સિક્કા પણ જારી કરવામાં આવી રહ્યા છે.
શિરડીના સાંઇની લોકપ્રિયતા દુર દુર સુધી રહી છે. મોદીએ મોટી સંખ્યામાં લોકોને સંબોધન કરીને જુદી જુદી માહિતી આપી હતી. મોદીએ ૪૦ હજાર મકાનોનુ વિતરણ કર્યુ હતુ. મોદીએ જે લોકોને ઘર મળ્યા છે તે લોકોને પણ શુભેચ્છા પાઠવી હતી. તમામ લોકોને ઘર આપવાની ફરી ખાતરી આપી હતી.મોદીએ મહારાષ્ટ્ર સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી.