વિજ્યાદશમીથી પહેલા પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે આજે ફરી એકવાર રામ મંદિરના નિર્માણની અપીલ કરી હતી. ભાગવતે કહ્યું હતું કે, મંદિરના મુદ્દા ઉપર ચાલી રહેલી રાજનીતિને ખતમ કરીને તરત જ રામ મંદિરનું નિર્માણ થવું જાઇએ. તેમણે કહ્યં હતું કે, જા જરૂર પડે તો સરકારે આના માટે કાનૂન બનાવવાની જરૂર છે. મોહન ભાગવતે પોતાના નિવેદનમાં શું કહ્યું તે નીચે મુજબ છે.
- રામ મંદિરના નિર્માણ માટે વહેલી તકે કાનૂન બનાવવાની જરૂર છે
- રામ મંદિરને મોગલ શાસક બાબરે તોડી પાડ્યું હતું અને મંદિરના પુરાવા મળી ચુક્યા છે
- રાજનીતિના પરિણામ સ્વરુપે મંદિરના નિર્માણમાં વિલંબ થયો છે
- રામ જન્મભૂમિ ઉપર વહેલીતકે મંદિર નિર્માણ થવું જાઇએ
- ભગવાન રામ કોઇ એક સંપ્રદાયના નહીં બલ્કે તમામના છે. ભારતના ગૌરવ પુરુષ તરીકે છે
- બાબરે આત્મ સન્માનને ખતમ કરવા માટે મંદિરને તોડી પાડ્યું હતું
- સબરીમાલા મામલે ચુકાદો યોગ્ય છે પરંતુ આટલા વર્ષોથી ચાલી રહેલી પરંપરા તથા તેને પાળનાર લોકોની ભાવનાનું સન્માન કરવામાં આવ્યું નથી. તેમની વાત સાંભળવામાં આવી નથી
- નૈતિક બળના આધાર પર સુભાષચંદ્ર જેવા મહાનુભાવોએ આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરી હતી અને સ્વતંત્ર ભારતની પ્રથમ સરકાર વિદેશમાં બનાવી હતી
- અર્બન નક્સલી રાષ્ટ્રવિરોધી આંદોલનમાં સૌથી આગળ નજરે પડે છે
- આંતરિક હિંસા અમારા દેશના હિતમાં નથી. આના પર કામ કરવાની જરૂર છે
- પોતાના દેશની ભાષા, ભ્રમણ અને ભોજનના સંસ્કારની જવાબદારી અમારી પોતાની છે
- અમારા દેશને તોડનાર શÂક્તઓને પાકિસ્તાન અને ઇટાલીમાંથી સમર્થન મળે છે
- તમામ લોકોએ કાયદા અને બંધારણનું પાલન કરવું જાઇએ
- સેના અને સંરક્ષણ દળોનું ગૌરવ વધે, તેમની પાસે નવી ટેકનોલોજી આવે તે જરૂરી છે
- સુરક્ષાના ક્ષેત્રમાં વધુ આત્મનિર્ભર બનવાની જરૂર છે
- પડોશી પાકિસ્તાનમાં સરકાર બદલાઈ ગઇ છે પરંતુ નિયત હજુ સુધી બદલાઈ નથી
- સાંસ્કૃતિક જાગરણ થતું રહેશે તો ચોક્કસપણે ભારત વિશ્વગુરુ બનશે
- અમારી સુરક્ષા માટે જે લોકો સરહદ ઉપર બંદૂક લઇને ઉભા છે તેમના પરિવારની સુરક્ષાની જવાબદારી અમારી અને અમારા સમાજની છે
- અમે કોઇની સાથે મિત્રતા કરતા નથી પરંતુ અમારી સાથે દુશ્મનાવટ કરનાર ઘણા લોકો છે તેમનાથી સાવધાન રહેવાની જરૂર છે