સંઘર પ્રમુખ મોહન ભાગવતને આજે દશેરાના પર્વ પર પોતાના સંબોધનમાં જુદા જુદા વિષય પર વાત કરી હતી. રામમંદિરના મુદ્દા પર પણ તેમને વાત કરી હતી. ભાગવતે કહ્ય હતુ કે રામજન્મભૂમિ પર વહેલી તકે મંદિરનુ નિર્માણ થવુ જાઇએ. સરકારે કાનુન બનાવીને મંદિરનુ નિર્માણ કરવુ જાઇએ. રામજન્મભૂમિ પર વહેલી તકે મંદિર નિર્માણની વાત કરીને ભાગવતે નવી ચર્ચા છેડી દીધી છે. રામ મંદિર હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનો કોઇ મામલો નથી. તે ભારતના પ્રતિક તરીકે છે. જે પણ રસ્તો યોગ્ય લાગે તે રસ્તાથી આનુ નિર્માણ કરવામાં આવે તેવી વાત ભાગવતે કરી હતી.
રામ મંદિરના મામલે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે કેટલાક લોકો રાજનીતિના કારમે જાણીજાઇને મંદિર મુદ્દો ઉઠાવે છે. પ્રબોધનથી મન પરિવર્તન થાય છે અને ત્યારબાદ સમાજ તેને સ્વીકારી લે છે. ધર્મના મામલામાં સંબંધિત ધર્મના ધર્માચાર્યો સાથે વાતચીત કરવી જરૂરી છે. તમામને સાથે લઇને પણ ધીમી ગતિએ ફેરફાર કરવામાં આવી શકે છે.
એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ મોદી સરકાર દ્વારા તેને બદલી નાંખવામાં આવ્યા બાદ ઉભી થયેલી મડાગાંઠ મુદ્દે બાગવતે મોદી સરકારને કેટલીક સલાહ આપી હતી. તેમણે કહ્યુ હતુ કે ભારતમાં થનાર આંતરિક હિંસા ભારત જેવા દેશ માટે યોગ્ય નથી. આ તમામ મુદ્દા પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. મોહન ભાગવતે કહ્યુ હતુ કે ભારતને તોડનાર શક્તિઓને પાકિસ્તાન અને ઇટાલી જેવા દેશોમાંથી સમર્થન મળે છે. ભાગવતે એમ પણ કહ્યુ હતુ કે સમાજમાં તમામ કમીઓને દુર કરીને તેના શિકાર થયેલા સમાજના પોતાના લોકોને ગળે લગાવવાની જરૂર છે. ભાગવતે અન્ય તમામ મુદ્દા પર પણ વાત કરી હતી.