ઓલા ડ્રાઇવરની સાવધાનીના કારણે પોલીસે આખરે ૨૦ વર્ષની મોડલ માની દીક્ષિતના હત્યારાને પકડી લેવામાં સફળતા મેળવી છે. ઓલા ડ્રાઇવર માનસીની ક્રુર હત્યા પાછળ એકમાત્ર સાક્ષી તરીકે હતો. તેની કેબમાં માનસીના મૃતદહેને સુટકેસમાં ભરીને ફેંકી દેવામાં આવ્યો હતો. જા કે પોલીસે કહ્યુ છે કે હત્યા પાછળના કારણો હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યા નથી. પોલીસનુ કહેવુ છે કે માનસી અને અપરાધી વચ્ચે કોઇ વાતને લઇને લડાઇ થઇ હતી. આ ગાળા દરમિયાન આ શખ્સે લાકડાના સ્ટુલને ઉપાડીને માનસીના માથામાં ફટકારી દેતા તેનુ મોત થયુ હતુ. ત્યારબાદ તેના મૃતદહેને તેના ઘરમા રહેલા સુટકેસમાં ભરીને ઓલા બુક કરાવી દેવામાં આવી હતી. ત્યારબાદ ઓલા ડ્રાઇવરને એરપોર્ટ તરફ જવા કહેવામાં આવ્યુ હતુ.
ત્યારબાદ આ શખ્સે અધવચ્ચે માલાડમાં કાર રોકવા માટે કહ્યુ હતુ. તે ત્યાં ઉતરી ગયો હતો અને સુટકેસને ત્યાં જ ફેંકી દીધો હતો. ત્યારબાદ ત્યાંથી ઓટો પકડીને અન્યત્ર જતો રહ્યો હતો. ઓલાના ડ્રાઇવરને આમાં શંકા ગઇ હતી. ડ્રાઇવરે તરત જ પોલીસને ફોન કરી દીધો હતો. પોલીસે એ ફોન નંબરની માંગ કરી હતી જેના આધાર પર ઓલા બુક કરાવવામાં આવી હતી. મોબાઇલ કંપની પાસેથી મંગાવવામાં આવેલી ડિટેલના આધાર પર પોલીસે અપરાધીની શોધ હાથ ધરી હતી.
તેના લોકેશનને શોધી લેવામાં આવ્યા બાદ ચાર કલાકના ગાળામાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી. બેગ ઉઠાવવામાં અપરાધીની મદદ કરી ત્યારે તેને શંકા ગઇ હતી. ડ્રાઇવરે નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યુ હતુ કે કડવો અનુભવ થયો હતો. તે છેલ્લા ત્રણ વર્ષની ઓલા કાર ચલાવે છે પરંતુ પ્રથમ વખત ખરાબ અનુભવ થયો હતો.