પલવલના ઉટાવડ ગામમાં લશ્કરે તોઇબાના પૈસાથી મસ્જિદ બનાવવાના મામલામાં વધુને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલામાં એક મોટા કાવતરાના એંગલથી તપાસ ચાલી રહી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા ફલાહએ ઇન્સાનિયત ફાઉન્ડેશનના ટેરર ફંડિંગ મોડ્યુઅલમાં તપાસ કરી રહી છે. એફઆઈઆઈએ કથિતરીતે મસ્જિદના નિર્માણ માટે પૈસા આપ્યા હતા. એક મોટી શંકા એવી પણ થઇ રહી છે કે, આ મોડ્યુઅલથી સમગ્ર દેશમાં એક મોટા નેટવર્કની મદદથી ટેરર ફંડિંગની ગતિવિધિ ચાલી રહી હતી. બીજા ભારતીય જે દુબઈ જઈ રહ્યા છે તે લોકોમાં પણ નજર રાખવામાં આવી રહી છે.
કોઇપણ આવા પાકિસ્તાનના સંપર્કમાં છે કે કેમ તેમાં પણ તપાસ થઇ રહી છે. ભારતમાં આતંકવાદી ગતિવિધિને અંજામ આપવા માટે આ સંગઠન દ્વારા કોઇ ગતિવિધિ ચલાવવામાં આવી રહી છે કે કેમ તેમાં તપાસ ચાલી રહી છે. ઉટાવડ મામલામાં મુખ્ય આરોપી મોહમ્મદ સલમાન દુબઈની પોતાની બે યાત્રા દરમિયાન પાકિસ્તાની કારોબારી કામરાનના સંપર્કમાં આવ્યો હતો. કામરાન ફલાહએ ઇન્સાનિયત ફાઉન્ડેશનના ડેપ્યુટી ચીફના સંપર્કમાં હતો. આ શખ્સ લશ્કરે તોઇબાના ચીફ હાફીઝ સઇદના સાથી તરીકે હતો જે હવાલા મારફતે ટેરર ફંડ મોકલી રહ્યો હતો. સલમાન ઉપરાંત એનઆઈએ દ્વારા ૨૫મી સપ્ટેમ્બરના દિવસે દિલ્હીમાં બે વધુ હવાલા કુરિયસ મોહમ્મદ સલીમ અને સજ્જાદ અલ્દુલવાનીને પકડી પાડ્યા હતા.
સલીમ દિલ્હીના દરિયાગંજમાં અને વાની શ્રીનગરનો નિવાસી છે. શ્રીનગરમાં વાનીના આવાસ પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. પુછપરછ દરમિયાન વાનીએ કહ્યું હતું કે, તે કોઇપણ Âસ્થતિમાં હાલ કોઇ ટિપ્પણી કરવા માંગતો નથી. એનઆઈએ દ્વારા લાજપતનગરમાં હિલાલની ઓફિસમાં અને આવાસ ઉપર દરોડા પાડ્યા હતા અને ૧૮ લાખ રૂપિયાની રોકડ રકમ, મોબાઇલ ફોન, સિમકાર્ડ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત શંકાસ્પદ દસ્તાવેજા પણ પકડી પાડવામાં આવ્યા હતા. બીજી બાજુ સલમાને પુછપરછમાં કહ્યું હતું કે, સંગઠન તરફથી મળેલા ફંડનો ઉપયોગ ઉટાવડમાં મસ્જિદના નિર્માણમાં કર્યો હતો. એનઆઈએની ટુકડીએ મોડેથી મÂસ્જદમાં સર્ચ કરીને દસ્તાવેજામાં તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે, આશરે બેથી અઢી કરોડમાંથી ૭૦ લાખ રૂપિયામાં મસ્જિદનું નિર્માણ થયું હતું. એનઆઈએની ટુકડી આ મોડેસ ઓપરેન્ડીમાં તપાસ કરી રહી છે. તોઇબાની જુદી જુદી ગતિવિધિઓમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રાથમિક તપાસ થઇ રહી છે.