જમ્મુ કાશ્મીરમાં ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ યોજાઇ રહેલી સ્થાનિક ચૂંટણીના ચોથા અને અંતિમ તબક્કા માટે આજે સવારે શાંતપૂર્ણ રીતે મતદાનની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં જ કેટલીક જગ્યાએ લાંબી લાઇન જાવા મળી હતી. જ્યારે કેટલાક મથકો ખાલીખમ દેખાયા હતા.સેના અને અર્ધલશ્કરી દળના ૧૦ હજારથી પણ વધારે જવાનો સુરક્ષામાં ગોઠવી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીમાં ચોથા તબક્કામાં જે ૧૩૨ વોર્ડમાં મતદાન થનાર હતુ તે પૈકી કેટલાક વોર્ડમાં ઉમેદવાર બિનહરિફ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક વોર્ડમાં એક પણ મત ન પડતા તંત્ર ચિંતાતુર રહ્યુ હતુ.
આજે ૧૩૨ વોર્ડ પૈકી ૧૩૨ વોર્ડમાં મતદાન થઇ રહ્ય છે. કાશ્મીર ખીણમાં વર્ષ ૧૯૮૯માં ત્રાસવાદની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સામાન્ય રીતે ત્યાં મતદાનની ટકાવારી ઓછી રહી છે. બીજા તબક્કામાં ૧.૨૬ લાખ મતદારો વાળા જમ્મુમાં ૮૦ ટકા મતદાન થયુ હતુ. જ્યારે ૨.૨૦ લાખ મતદારો ધરાવનાર કાશ્મીરમાં ઓછુ મતદાન થયુ હતુ. અહીં માત્ર ૩.૪ ટકા મત પડ્યા હતા. બીજા તબક્કામાં ૩.૪૭ લાખ મતદારો હતા અને ૩૧.૩ ટકા મતદાન થયુ હતુ. ચોથા તબક્કામાં મતદાન થઇ રહ્યુ છે. ચૂંટણી અધિકારીઓના કહેવા મુજબ સામાન્ય લોકો માટે મતદાન કરવા માટેનો સમય સાત વાગ્યાથી રાખવામાં આવ્યો છે. સવારે સાત વાગે મતદાનની શરૂઆત થયા બાદ કેટલાક રાજકીય પક્ષોના બહિષ્કાર વચ્ચે મતદાન કરવા માટે લોકો આગળ આવ્યા હતા. સાંજે ચાર વાગે સુધી મતદાન ચાલનાર છે. કેટલાક વિસ્તારોમાં સેના અને કેન્દ્રિય દળોના વધારાના જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં મુખ્ય ચૂંટણી અધિકારી શાલીન કાબરાના કહેવા મુજબ સ્થાનિક ચૂંટણીના ચોથા તબક્કા માટે શાંતિપૂર્ણ રીતે મતદાનની
પ્રક્રિયા ચાલી રહી છે. તમામ જગ્યાએ ઇવીએમ મારફતે મતદાન કરવામાં આવી રહ્યુ છે. આ તમામ મતદાન વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.વહીવટી તંત્ર ઉમેદવારોને સુરક્ષિત જગ્યાએ રાખ્યા છે. ભયમુક્ત ચૂંટણી કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ ચૂંટણીનો બહિષ્કાર કરનાર હુરિયત કોન્ફરન્સના નેતા મીરવાઇઝ ઉમર ફારૂકને નજર કેદ હેઠળ રાખવામાં આવ્યા છે.
ત્રાસવાદીઓ લોકોને સ્થાનિક ચૂંટણીથી દુર રહેવા માટે ધમકી આપી ચુક્યા છે. હુરિયતના લોકોએ તો ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે આદેશ કર્યો છે. જા કે ધમકી છતા મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે આગળ આવી રહ્યા છે. અંતિમ તબક્કામાં શ્રીનગર અને ગંદરબાલમાં મતદાન થઇ રહ્યુ છે. જેના કારણે ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે. કાશ્મીરમાં કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ સ્થાનિક ચૂંટણી થાય તેમ ઇચ્છે છે. આવી સ્થિતીમાં તમામન નજર પણ છે.