ચીનમાં તાજેતરના સમયમાં દર પાંચમાં દિવસે એક વ્યક્તિ અબજોપતિ બને છે. પહેલા એશિયામાં એક સપ્તાહમાં એક અબજોપતિની સ્થિતિ સર્જાઈ રહી હતી પરંતુ હવે તેની ગતિ વધી ગઈ છે. નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દર ત્રીજા દિવસે એશિયામાં એક વ્યક્તિ અબજોપતિ બને છે. આ મામલામાં એશિયા બાકીની દુનિયાથી ખૂબ આગળ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા વર્ષે એશિયામાંથી મોટી સંખ્યામાં લોકો અબજોપતિ બન્યા હતા. જે વર્ષ ૨૦૦૯ના ૩૫ ટકાની સરખામણીમાં બે ગણા છે. છેલ્લા બે દશકમાં ૧૩૦૦થી વધારે અબજોપતિ સાથે જાડાયેલા આંકડાના મૂલ્યાંકન બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે અબજાપતિ બનનાર એશિયાના ઉદ્યોગ સાહસિકોમાં ચીનના ઉદ્યોગ સાહસિકો વધારે હતા.
આ આંકડો છેલ્લા વર્ષે દુનિયામાં નવા અબજાપતિની સંખ્યાની સરખામણીમાં અડધાથી વધુ છે. છેલ્લા નવેમ્બર મહિનામાં ચીન સરકારે ઈનોવેશન રિફોર્મને પ્રાથમિકતાની યાદીમાં મુકી દીધા બાદ તેમાં સુધારો થયો છે. તે વખતે તે કંપનીની સાથે સાથે મીટીંગમાં ચીની વડાપ્રધાને કહ્યું હતું કે ઉદ્યોગ સાહસિકો અને ઈનોવેશનને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. દેશમાં દરેક હિસ્સાથી આવેલા કોલેજ વિદ્યાર્થીઓને આના કારણે સ્પર્ધામાં ટકી રહેવાની તક મળશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આના પરિણામ સ્વરૂપે ચીનના ઉદ્યોગ સાહસિકોને ઝડપથી અબજાપતિ બનવા માટેનો માર્ગ મોકળો થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ અબજાપતિઓમાં આશરે અડધા ટેકનોલોજી સાથે જાડાયેલા છે. ૧૫ ટકા કન્ઝયુમર એન્ડ રીટેઈલના લોકો છે. જ્યારે ૧૫ ટકા રિયલ એસ્ટેટના છે. ઈ-કોમર્સ બિઝનેસને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. આ ગાળા દરમ્યાન ચીનના કેટલાક અમીર લોકો વર્તમાન કારોબાર છોડીને રિયલ એસ્ટેટ બિઝનેસમાં જાડાયેલા છે.