ગુરુગ્રામ : ગુરુગ્રામ ગોળીબાર કાંડના મામલામાં એડિશનલ સેશન જજ કૃષ્ણકાંત શર્માના ગનરના ગાળોબીરમાં ઘાયલ થયેલા તેમના પત્નિ અને પુત્રએ સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. આ મામલામાં આરોપી ગનર મહિપાલને ચાર દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. સેક્ટર-૪૯ Âસ્થત આર્કેિડયા માર્કેટમાં શનિવારના દિવસે જજ કૃષ્ણકાંતના ગનરે તેમના પત્નિ રિતુ અને પુત્ર ધ્રુવ પર બપોરે ૩.૩૦ વાગે ગોળીબાર કરી દીધો હતો. બપોરના ગાળામાં બજારમાં મોટી સંખ્યામાં લોકો હોવા છતાં લોકોની હાજરીમાં જ જજની પત્નિ અને પુત્ર પર ગોળીબારસ કરાયો હતો. ગોળીબાર બાદ કલાકોમાં જ મહિપાલને પકડી લેવાયો હતો. જજની પત્નિ અને પુત્રના મોત બાદ સમગ્ર મામલાને ડીજીપી દ્વારા ડીજી ક્રાઈમ બ્રાંચને મોકલી દેવામાં આવ્યો છે.
આ મામલાની તપાસ તેમની દેખરેખમાં થઇ રહી છે. રવિવારના દિવસે આરોપી ગનરને એડીજે પ્રિયંકા જૈનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ચાર દિવસ માટે પોલીસ રિમાન્ડ પર મોકલી દેવાનો આદેશ કરાયો હતો. પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. આ ઘટનામાં એક સાક્ષી રહેલા અમિતે કહ્યું હતું કે તે માર્કેટમાં કોઇ ચીજ માટે આવ્યો હતો.
આ ગાળા દરમિયાન રસ્તાની બીજી બાજુએ મહિલા જાર જારથી બૂમ પાડી રહી હતી જ્યારે જાયુ ત્યારે એક પોલીસ કર્મી મહિલાને મારી રહ્યો હતો. ત્રણ ચાર તમાચા માર્યા બાદ તે મહિલાના વાળ ખેંચી રહ્યો હતો. પોલીસ કર્મીએ મહિલાને બે ગોળી મારી હતી. તેના કહેવા મુજબ આ પોલીસ કર્મીની પાછળ એક યુવાન પણ હતો જેની સાથે તેની ઝપાઝપી પણ થઇ હતી. આરોપી ગનરે આ યુવકને પણ માથામાં ગોળી મારી દીધી હતી. ઘટનાસ્થળથી મહિપાલ ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ આસપાસ રહેલા લોકોએ ધ્રુવની નજીક પહોંચવાના પ્રયાસ કર્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજે સારવાર દરમિયાન બંનેના મોત થઇ ગયા હતા. આરોપી મહિપાલે ગોળીબાર કરવા માટેના કારણો હજુ આપ્યા નથી. હાલમાં મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. કેટલીક નવી વિગતો ખુલી શકે છે. ગનરે જજના પત્નિ અને પુત્રને ગોળી કેમ મારી તે રહસ્ય બનેલું છે. ચાર દિવસના પોલીસ રિમાન્ડની અવધિ દરમિયાન જ આ સંદર્ભમાં કોઇ વધુ માહિતી મળી શકશે. ગુરુગ્રામ ગોળીબાર કાંડનો બનાવ ગઇકાલે બપોરે બન્યા બાદ ભારે ખળભળાટ મચેલો છે. ગુરુગ્રામમાં આ વિષયની ચર્ચા જાવા મળી હતી. ફરાર થયેલા કૃષ્ણકાંતના ગનરને કલાકોના ગાળામાં જ પકડી પાડવામાં આવ્યો હતો.