નવી દિલ્હી : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કર્ણાટકમાં બેંગ્લોર ખાતે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના હાલમાં ફરજ બજાવતા અને પૂર્વ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ પÂબ્લક સેક્ટર યુનિટના વર્કરો સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, એચએએલ એક વ્યૂહાત્મક સંપત્તિ તરીકે છે. તેમણે ઉમેર્યું હતું કે, એચએએલ કોઇ કંપની નથી બલ્કે તેમના મત મુજબ આ કંપની ભારતને એરોસ્પેશના ક્ષેત્રમાં આગળ લઇ જવા માટે સક્ષમ છે.
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, કર્મચારીઓ ઉલ્લેખનીય કામગીરી અદા કરી રહ્યા છે. દેશ માટે કર્મીઓએ ઉલ્લેખનીય સેવા આપી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ કંપનીને વધુ અસરકારક કઈરીતે બનાવી શકાય છે તે અંગે વાતચીત કરવા માટે તેઓ પહોંચ્યા છે. જ્યારેઅમારી પાર્ટી સત્તા ઉપર આવશે ત્યારે વધુ આક્રમકરીતે કામ કરી શકીશું. રાહુલ ગાંધી હાલમાં બેંગ્લોર પહોંચ્યા છે. તેઓ એવો અભિપ્રાય જગાવવાના પ્રયાસ કરી રહ્યા છે કે, એચએએલ જેવી ભારતની જાહેર ક્ષેત્રની કંપનીઓ ખાનગી કંપનીઓ સામે મોટા કોન્ટ્રાક્ટ ગુમાવી રહી છે.
રાહુલ ગાંધી હાલમાં કહી રહ્યા છે કે એચએએલની પસંદગી રિલાયન્સ ડિફેન્સની જગ્યાએ કરવામાં આવી શકી હોત. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું છે કે, ૫૮૦૦૦ કરોડના રાફેલ ફાઇટર ડિલમાં મોદી સરકાર ભ્રષ્ટાચારી વલણ અપનાવી રહી છે. તરફેણ પણ કરી રહી છે. અગાઉ એચએએલે રાહુલને ન મળવા માટે પોતાના કર્મચારીઓને કહ્યું હતું પરંતુ ત્યારબાદ કોંગ્રેસે પોતાના કાર્યક્રમને ટૂંકાવ્યો હતો. એચએએલની યાદીમાં જણાવાયું છે કે, એમ્પ્લોઇઝ યુનિયનો વિવાદના ભાગરુપે હોવા જાઇએ નહીં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ તેમની સમસ્યાને સાંભળવા માટે પહોંચ્યા છે. રાફેલને લઇને જારી આક્ષેપબાજીના દોર વચ્ચે રાહુલ ગાંધી એચએએલના કર્મીઓને મળવા પહોંચ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ કંપનીની સાથે કામ કરવાની બાબત ગર્વની છે.
રાહુલે Âટ્વટ કરીને કહ્યું હતું કે, એચએએલ એક વ્યૂહાત્મક સંપત્તિ તરીકે છે. રાફેલનો ઓર્ડર આંચકી લઇને આ ઓર્ડર અનિલ અંબાણીને આપી દઇને દેશના એરોસ્પેશ ઇન્ડસ્ટ્રીના ભવિષ્યને મોદી સરકારે ખરાબ કરી દીધું છે. રાહુલે કહ્યું હતું કે, એચએએલ કોઇ સામાન્ય કંપની નથી. બીજી બાજુ રાહુલે એમ પણ કહ્યું હતું કે, મુશ્કેલ Âસ્થતિ સર્જાઈ રહી છે. એચએએલથી ડિલ રદ થયા બાદ ૧૦૦૦૦ કર્મચારીઓને કાઢવામાં આવી રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે, ભારતના રક્ષકોની ગરિમાને જાળવવાની જરૂર છે.