હવે અમ્બેર હિયર્ડના ઇલોન મુસ્ક સાથે સંબંધો તુટ્યા છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ : પાયરેટ્‌સ ઓફ કેરેબિયન સ્ટાર જાની ડેપ સાથે સંબંધ તુટી ગયા બાદ અબજોપતિ કારોબારી ઇલોન મુસ્કના પ્રેમમાં પડેલી સક્સી સ્ટાર અમ્બેર હિયર્ડ આ વખતે પણ ફ્લોપ રહી છે. બીજી વખત પણ તેના સંબંધ તુટી ગયા છે. ૩૧ વર્ષીય હિયર્ડ ના એક વર્ષ સુધી સંબંધ મુસ્ક સાથે ચાલ્યા હતા. જે હવે તુટી ગયા છે.

એક વર્ષ સુધી તેમના રોમાન્સની ચર્ચા સમગ્ર વિશ્વમાં રહી હતી. શુક્રવારે જાણકાર લોકોએ કહ્યુ હતુ કે હવે હિયર્ડ અને મુસ્ક વચ્ચે કોઇ સંબંધ નથી. તેમની વચ્ચે એક સપ્તાહ પહેલા સંબંધનો અંત આવ્યો હતો. ૪૬ વર્ષીય મુસ્કની સંપત્તિ હાલમાં જ ૧૨ અબજ યુરોની આસપાસ આંકવામાં આવી હતી. ઓનલાઇન સર્વિસ પે પલના સહ સ્થાપક તરીકે જંગી સંપત્તિ મુસ્કે બનાવી હતી. ઇલેક્ટ્રોનિક કાર બનાવનાર મહાકાય કંપની તેસ્લાના ક્રિએટર હિયર્ડ સાથે નજરે પડી રહ્યા હતા.

તે એપ્રિલમાં મુસ્કની સાથે ઓસ્ટ્રલિયામાં નજરે પડી હતી.  વખતે તે ઓસ્ટ્રેલિયામાં ફિલ્મનુ શુટિંગ કરી રહી હતી. તે ૧૦૦ યુરોના જંગી ખર્ચે તૈયાર થઇ રહેલી સુપરહિરોની ફિલ્મમાં કામ કરી રહી છે. જહોની ડેપ સાથે સંબંધ તુટી ગયા બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. બન્ને દ્વારા એકબીજા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. છલ્લે જંગી વળતરની ચુકવણી સાથે મામલો ઉકેલાયો હતો.

હિયર્ડ ત્યારબાદ ઇલોન મુસ્કની સાથે દેખાઇ હતી. જા કે એક વર્ષના ગાળામાં જ તેમના સંબંધ પણ હવે તુટી ગયા છે.  જા કે હવ તેમની વચ્ચે કોઇ બોલાચાલીના સંબંધ રહ્યા નથી. હિયર્ડ જુદા જુદા પ્રોજેક્ટમાં સતત વ્યસ્ત રહી છે. જેથી સંબંધ તુટ્યા હોવાના હેવાલ પણ મળ્યા છે.

Share This Article