ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે તબાહી મચાવી રહેલા ચક્રવાતી તોફાન તિતલીના પરિણામ સ્વરુપે બે લોકોના મોત થઇ ગયા છે અને હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયું છે. હાલમાં આ ચક્રવાતી તોફાન હળવું પડે તેવા સંકેત દેખાઈ રહ્યા નથી. નિચાણવાળા વિસ્તારોમાં હજુ પણ તોફાનના કારણે ભારે વરસાદ થવાના કારણે પુર જેવી Âસ્થતિ ઉભી થઇ શકે છે. કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઘણી જગ્યાઓએ જનજીવન ખોરવાઈ ગયું છે. તોફાનના કારણે કઇ ટ્રેનો રદ થઇ છે અને કઇ ટ્રેનો ડાઇવર્ટ કરાઈ છે તે નીચે મુજબ છે.
રદ થયેલી ટ્રેનો
- ટ્રેન નંબર ૧૨૮૬૪ યશવંતપુર-હાવડા એકસપ્રેસ
- ટ્રેન નંબર ૧૨૫૦૯ ગુવાહાટી એક્સપ્રેસ
- ટ્રેન નંબર ૧૫૨૨૭ મુઝફ્ફરપુર એક્સપ્રેસ
- ટ્રેન નંબર ૨૨૮૦૯ પારાદીપ-વિશાખાપટ્ટનમ
- ટ્રેન નંબર ૨૨૮૭૪ વિશાખાપટ્ટનમ-દિઘા એક્સપ્રેસ
- ટ્રેન નંબર ૧૮૬૪૫ હાવડા-હૈદરાબાદ ઇસ્ટકોસ્ટ એક્સપ્રેસ
- બંને તરફથી ભુવનેશ્વર-વીએસકેપી ભુવનેશ્વર ઇન્ટરસિટી એક્સપ્રેસ
ડાયવર્ટ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નંબર ૧૨૫૦૪ અગરતલાથી બેંગ્લોર કેન્ટ એક્સપ્રેસ
- ટ્રેન નંબર ૨૨૮૩૧ હાવડા જંક્શનથી સાંઇ એક્સપ્રેસ
- ટ્રેન નંબર ૧૨૫૮૬૪ યશવંતપુર એક્સપ્રેસ ખડકપુર-રાઉરકેલા વિજયાનગરમના રસ્તે
- ટ્રેન નંબર ૧૮૪૦૯ હાવડા-પુરી જગન્નાથ એક્સપ્રેસ
- ટ્રેન નંબર ૧૨૭૦૩ હાવડા સિંકદરાબાદ એક્સપ્રેસ હાવડાથી ખડગપુર, વિલાસપુર, નાગપુરથી જશે