નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટે નુપુર અને રાજેશ તલવારને નિર્દોષ છોડી મુકવા સામે દાખલ કરવામાં આવેલી સીબીઆઈની અરજીને આજે સ્વીકારી લીધી હતી. તેમની પુત્રી આરુષિની હત્યાના મામલામાં આ દંપત્તિને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. હવે સીબીઆઈની અરજીને તલવાર દંપત્તિને નિર્દોષ છોડી મુકવા સામે સ્વીકારી લેવામાં આવી છે. સીબીઆઈએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં રાજેશ અને નુપુર તલવારને નિર્દોષ છોડી મુક્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ચુકાદાને પડકાર ફેંકીને સીબીઆઈ દ્વારા માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી તી. ૨૦૦૮માં તેમના નોઇડા નિવાસસ્થાને ટીનેજર પુત્રી અને નોકર હેમરાજની ઘાતકી હત્યાના મામલામાં બંનેને નિર્દોષ છોડવામાં આવ્યા હતા.
એડિશનલ સોલીસીટર જનરલ પી નરસિંહા તરફથી અભિપ્રાય મેળવવામાં આવ્યા બાદ સીબીઆઈએ દલીલ કરી છે કે, હાઈકોર્ટે ગાઝિયાદ ટ્રાયલ કોર્ટના ચુકાદાને ઉથલાવી દઇને મોટી ભુલ કરી છે. ગાઝિયાબાદ કોર્ટે સમગ્ર મામલામાં ઝીણવટભરી ચકાસણી કરી હતી અને તલવાર દંપત્તિને અપરાધી ઠેરવવામાં તમામ પાસાઓનો ઉપયોગ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવનાર આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં અલ્હાબાદ હાઈકોર્ટે ૧૨મી ઓક્ટોબર ૨૦૧૭ના દિવસે રાજેશ અને નુપુર તલવારને મોટી રાહત આપી દીધી હતી. મામલાની તપાસમાં અનેક ખામીઓનો ઉલ્લેખ કરીને કોર્ટે તલવાર દંપત્તિને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો હતો.
હાઈકોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આરુષિની હત્યા તેના માતા-પિતા દ્વારા કરવામાં આવી ન હતી. કોર્ટે કહ્યું હતું કે, આવા મામલામાં સુપ્રીમ કોર્ટ પણ આટલી કઠોર સજા આપતી નથી. જસ્ટિસ એકે મિશ્રાએ ચુકાદો વાંચીને સંભળાવ્યો હતો. તલવાર દંપત્તિએ આજીવન કારાવાસની સજા સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે જ્યારે નિચલી કોર્ટના ચુકાદાને બિલકુલ બદલી કાઢ્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે, આજીવન કારાવાસની સજા આપનાર પૂર્વ જજ શ્યામલાલ પણ અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યા હતા. આશરે ૧૦ વર્ષ પહેલા નોઇડાના સેક્ટર ૨૫ સ્થિત જલવાયુવિહારમાં થયેલા આ હત્યાના રહસ્યને લઇને પોલીસે તપાસ કરી હતી. ત્યારબાદ હોબાળો મચી ગયા બાદ સીબીઆઈની બે ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. ગાઝિયાબાદ સ્થિત ખાસ સીબીઆઈ કોર્ટે ૨૬મી નવેમ્બર ૨૦૧૩ના દિવસે રાજેશ, નુપુરને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આનાથી એક દિવસ પહેલા તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મે ૨૦૦૮માં નોઇડાના જલવાયુવિહાર વિસ્તારમાં આરુષિનો મૃતદેહ મળી આવ્યો હતો.
શરૂઆતમાં શંકાની સોય નોકર હેમરાજ તરફ ગઇ હતી પરંતુ બે દિવસ બાદ તેનો મૃતદેહ પણ છત ઉપરથી મળી આવ્યો હતો. ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી માયાવતીએ મામલાની તપાસ સીબીઆઈને સોંપી હતી. તત્કાલિન આઈજી ગુરદર્શન સિંહે ૨૩મી મે ૨૦૧૫ના દિવસે નોઇડા પોલીસ તરફથી કરવામાં આવેલી તપાસને ટાંકીને કહ્યું હતું કે, રાજેશ તલવારે આરુષિ અને હેમરાજને વાંધાજનક સ્થિતિમાં નિહાળી હતી જેને લઇને પહેલા હેમરાજની અને ત્યારબાદ આરુષિની હત્યા કરી દીધી હતી.
દબાણ વધી ગયા બાદ આઈજીએ થિયરી બદલી કાઢી હતી અને કહ્યું હતુ કે, તલવારે ગેરકાયદે સંબંધોના વિરોધ પર પહેલા આરુષિ અને મોડેથી હેમરાજની હત્યા કરી હતી. ડબલ મર્ડર કેસમાં પોલીસે આરુષિની માતા નુપુર તલવારને કાવતરામાં સામેલ હોવાની વાત કરી હતી.ડે ન્ટિન્ટસ્ટ ડોક્ટર રાજેશ તલવારની ૧૪ વર્ષની પુત્રી આરુષિની લાશ એજ બેડરુમમાંથી મળી આવી હતી. નોકર પણ લાપત્તા હતો. અંતે નોકરની લાશ પણ મળી આવી હતી. તલવાર દંપત્તિ ઉપર પોલીસને શંકા એટલા માટે થઇ હતી કે, તેઓએ પોતાની પુત્રીની હત્યા અંગે માહિતી પોલીસને આપી ન હતી. પુત્રીની હત્યાના આગલા દિવસે ૧૭મી મે ૨૦૦૮ના દિવસે તલવાર દંપત્તિના વલણમાં પણ અલગ સ્થિતિ હતી.