રાજ્યો પાસેથી પ્રાપ્ત આરંભિક રિપોર્ટ અનુસાર ૫ જાન્યુઆરી, ૨૦૧૮ સુધી ૫૮૬.૩૭ લાખ હેક્ટર જમાન પર રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે પાછલા વર્ષ ૨૦૧૭માં આજ સમયગાળામાં ૫૮૭.૬૨ લાખ હેક્ટર જમીનમાં વાવણી કરવામાં આવી હતી.
ઘઉં ૨૮૩.૪૬ લાખ હેક્ટર, ડાંગર ૧૮.૭૭ લાખ હેક્ટર, કઠોળ ૧૫૪.૯૧ લાખ હેક્ટર, ૭૬.૬૯ લાખ હેક્ટર તેલિબિંયા તથા અન્ય અનાજ ૫૨.૫૪ લાખ હેક્ટર જમાનમાં વાવણી કરવામાં આવી છે.
ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે થયેલ વાવેતરના આંકડા જોઇએ તોઃ
લાખ હેક્ટર
પાક |
૨૦૧૭-૧૮માં વાવેતર વિસ્તાર |
૨૦૧૬-૧૭માં વાવેતર વિસ્તાર |
ઘઉં |
૨૮૩.૪૬ |
૨૯૭.૬૭ |
ડાંગર |
૧૮.૭૭ |
૧૨.૯૯ |
કઠોળ |
૧૫૪.૯૧ |
૧૪૩.૪૫ |
અન્ય અનાજ |
૫૨.૫૪ |
૫૨.૭૫ |
તેલિબિંયા |
૭૬.૬૯ |
૮૦.૭૭ |
કુલ |
૫૮૬.૩૭ |
૫૮૭.૬૨ |
સૌજન્યઃ પીઆઈબી