મુંબઈ :શેરબજારમાં ફરી એકવાર રિકવરી થઇ હોવા છતાં હાલમાં તહેવારની સિઝનમાં શેરબજારમાં ઉમંગ ઉત્સાહ જાવા નહી મળે તેવી શક્યતા છે. તહેવારની સિઝનની માંગ જાવા નહીં મળે તેવી શક્યતા છે. શેરબજાર પણ તહેવારની સિઝનમાં નરમ રહેવાની શક્યતા છે. મોટાભાગના શેરોમાં ઘટાડાનો દોર જારી રહેશે. કારણ કે, હાલમાં બજારની સામે અનેક પડકારો રહેલા છે. તેમાંથી રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. ૨૭ મની મેનેજરો અને રિસર્ચ હેડ દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં ૫૮ ટકા નિષ્ણાતોએ કબૂલાત કરી છે કે, દિવાળી પહેલા નવેમ્બરના મહિનામાં બજાર હજુ પાંચથી છ ટકા સુધી ગગડી શકે છે.
૧૬માં સામેલ રહેલા આશરે ૨૦ ટકા લોકો માની રહ્યા છે કે, આ ઘટાડો બે ટકા સુધીનો રહેશે. બજાર મંદીના દોરમાં રહી શકે છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોએ કહ્યું છે કે, એચડીએફસી બેંક ઇન્ફોસીસ દ્વારા બ્લુચિપના શેર, મિડકેપમાં એવેન્યુ સુપરમાર્ટ અને બાટાના શેરમાં તેજી રહી શકે છે. માર્કેટ પોતાના પીક લેવલથી ૧૨ ટકા સુધી ગબડી ચુક્યો છે. આ ઘટાડો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ એન્ડ ફાઈનાÂન્સયલ સર્વિસમાં ડેટા કટોકટી, ઓઇલના વધતા જતાં ભાવ, રૂપિયામાં ઘટાડોના કારણે જાવા મળી રહી છે. આરબીઆઈએ શુક્રવારના દિવસે મોંઘવારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને રેપોરેટમાં કોઇ વધારો કર્યો ન હતો.
આરબીઆઈએ રૂપિયાને ટેકો મળે તેવા કોઇ પગલા પણ લીધા ન હતા. આરબીઆઈના વલણના લીધે હાલત કફોડી બનેલી છે. આ વર્ષે ડોલર સામે રૂપિયામાં ૧૩ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. આરબીઆઈના આ વલણના લીધે રૂપિયાની હાલત વધુ કફોડી બની ગઈ છે. શુક્રવારના દિવસે ડોલર સામે રૂપિયો ખુબ નીચી સપાટીએ પહોંચ્યો હતો.