અમદાવાદ : ગુજરાતમાં દિન પ્રતિદિન કારનું માર્કેટ નોંધનીય રીતે વધી રહ્યું છે અને લોકો તેમના પૈસાની સામે તે મુજબની સુવિધાયુકત અને આરામદાયક સફર માટેની કાર પર પસંદગી ઉતારી રહ્યા છે ત્યારે યુરોપની અગ્રણી કાર ઉપ્પાદક ફોક્સવેગને પણ તેના ગ્રાહકોને ઉત્કૃષ્ટ સુવિધા, ખરીદી પછીની સેવા અને કારની સફરનો અદ્ભુત સંતોષ આપવા માટે કમર કસી છે. ફોક્સવેગને ભારતમાં તાજેતરમાં જ પોતાની નવી પ્રોડક્ટસથી લઇ નવા મેન્યુફેકચરીંગ, પ્લાન્ટ સહિતના માળખાને લઇ રૂ.આઠ હજાર કરોડનું રોકાણ કર્યું છે. તો, ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ અને વાપીમાં પણ તેના ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય તે માટેનું આયોજન હાથ ધર્યું છે. યુરોપની અગ્રણી કાર ઉત્પાદક ફોક્સવેગને આજે એસ.જી.હાઇવે પર સ્થિત ઓટોમાર્ક મોટર્સ પ્રા.લિ સાથે તેના જાડાણની દસ વર્ષની એનિવર્સરીની અનોખી ઉજવણી કરી હતી અને ગ્રાહકો માટે મોટા ફાયદાની આકર્ષક જાહેરાતો કરાઇ હતી, આ પ્રસંગે ફોક્સવેગન પેસેન્જર્સ કારના ડાયરેકટર સ્ટીફન નેપ અને એસજી હાઇવે પર સ્થિત શહેરના જાણીતા ફોક્સવેગન ડિલર ઓટોમાર્ક મોટર્સ પ્રા.લિના મેનેજીંગ ડિરેકટર ગરિમા મિશ્રાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદથી આરંભ કરીને છેલ્લા દસ વર્ષમાં ઓટોમાર્ક મોટર્સે ગુજરાતના ચાર શહેરોમાં તેની પહોંચ વધારીને રાજયમાં ફોક્સવેગનની પ્રગતિમાં નોંધનીય યોગદાન આપ્યું છે. યુરોપની અગ્રણી ઉત્પાદક ફોક્સવેગન તેના વ્યાપક મોડેલ શ્રેણી દુનિયાના ૧૫૦થી વધુ દેશોમાં વેચે છે. ફોકસવેગનના હાલમાં પોલો, એમિયો, વેન્ટો, ટિગુઆન અને સંપૂર્ણ નવી પસાત ભારતમાં ઓફર કરી રહી છે, જેમાં પોલો ફોક્સવેગનની સૌથી વધુ વેચાતી અને લોકપ્રિય કાર બની રહી છે. ફોક્સવેગન પેસેન્જર્સ કારના ડાયરેકટર સ્ટીફન નેપ અને એસજી હાઇવે પર સ્થિત શહેરના જાણીતા ફોક્સવેગન ડિલર ઓટોમાર્ક મોટર્સ પ્રા.લિના મેનેજીંગ ડિરેકટર ગરિમા મિશ્રાએ વધુમાં ઉમેર્યું કે, ફોક્સવેગન આગામી ૨૦૨૦ સુધીમાં તેની નવી પ્રોડક્ટ અને મોડેલ લોન્ચ કરશે, જેમાં એસયુવી સેગમેન્ટમાં ભારે આકર્ષણ જમાવશે. ફોક્સવેગનનો પેસેન્જર્સ કારમાં ચાર ટકા જેટલો માર્કેટશેર છે, જે આવનારા સમયમાં હજુ ઉંચો જશે અને નોંધનીય રીતે વધશે.
ફોક્સવેગન તેના ફીચર્સ જેવા ઉત્કૃષ્ટ સુવિધા, આરામદાયક સફર, સલામતી અને સંતોષને લઇ ગ્રાહકોમાં લોકપ્રિય કાર બની રહી છે. ઇલેક્ટ્રીકટ કારના કન્સેપ્ટ વિશે પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં ફોક્સવેગન પેસેન્જર્સ કારના ડાયરેકટર સ્ટીફન નેપે જણાવ્યું કે, ઇલેકટ્રીક કારનો કન્સેપ્ટ નિશંકપણે ઘણો સારો છે પરંતુ તેના અમલીકરણ બાબતે હજુ ઘણા પડકારો છે. ખાસ કરીને ભારતમાં. આ માટે સૌથી પહેલાં તો રાજકીય ઇચ્છાશકિત અને સ્પષ્ટ વીઝન હોવું જરૂરી છે.
માત્ર ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવાથી ઇલેક્ટ્રીક કાર દોડતી નહી થઇ જાય પરંતુ તે માટેનું સમગ્ર માળખાકીય વ્યવસ્થા, નેટવર્ક, સરકાર તરફથી સબસીડી સહિતની અનેક બાબતોનો અમલ કરવો પડશે ત્યારે તેને સાકાર કરી શકાશે. જા કે, ઇલેક્ટ્રીક કારના કન્સેપ્ટમાં વિશ્વભરમાં ફોક્સવેગનનું યોગદાન અને કામગીરી નોંધનીય રહ્યું છે, આ માટે ફોક્સવેગને ૫૪ બિલિયન યુરોનું રોકાણ પણ કર્યું છે. દરમ્યાન ઓટોમાર્ક મોટર્સ પ્રા.લિના મેનેજીંગ ડિરેકટર ગરિમા મિશ્રાએ ફોક્સવેગન સાથેના જાડાણની દર વર્ષની ઉજવણી વિશે તેમના ગ્રાહકો માટે એની ટાઇમ વોરંટી, હપ્તામાં રાહત અને માફી, સર્વિસ અને ડિસ્કાઉન્ટ સહિતની અનેકવિધ ઓફરોની જાહેરાત કરી હતી અને ગુજરાતના તમામ ગ્રાહકોને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દસ વર્ષમાં ઓટોમાર્ક મોટર્સ પ્રા.લિ દ્વારા ૨૭હજારથી વધુ ફોક્સવેગન ગુજરાતમાં વેચાણ કરવામાં આવી છે, જે ફોક્સવેગનના મહત્વના-ઉપયોગી ડિલરોમાં સ્થાન ધરાવે છે.