ઉત્તર ભારતીયો લોકો ટ્રેન-અન્ય વાહનોમાં રવાના

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :હિંમતનગરમાં બાળકી ઉપર રેપની ઘટના બાદ હિંસાના અહેવાલો વચ્ચે મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો હિઝરત કરી રહ્યા છે. ગુજરાત છોડીને ઉત્તર ભારતીય લોકો હિઝરત કરી રહ્યા છે. ટ્રેનો અને અન્ય વાહનોમાં બેસીને આ લોકો રવાના થઇ રહ્યા છે. સ્ટેશનો ઉપર અને પરિવહન બસોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો ગુજરાત છોડી રહ્યા છે. આ હિંસાના પરિણામ સ્વરુપે હજારોની સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો ગુજરાત છોડીને પોતાના વતન પરત ફરી રહ્યા છે. બીજી બાજુ તેમની હિઝરતને રોકવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે છતાં લોકોની દહેશત હજુ દૂર થઇ રહી નથી.

ઘણી જગ્યાએ સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. મળેલી માહિતી મુજબ ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો પરત ફરી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આની અસર જાવા મળી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં મહેસાણા અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. પરપ્રાંતિયો ઉપર હુમલાના સંદર્ભમાં રાજ્ય સરકાર ગંભીર દેખાઈ રહી છે અને સરકારનું કહેવું છે કે, આ પ્રકારના હુમલા ચલાવી લેવાશે નહીં.

 

Share This Article