અમદાવાદ: અમદાવાદની સૌથી મોટી સામાન્ય ક્વિઝ સ્પર્ધાની ૩જી આવૃત્તિ એન્ડેવર સ્કૂલ ક્વિઝ ૩.૦ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં ૭મી ઑક્ટોબર ૨૦૧૮ના રોજ યોજાઈ હતી. અમદાવાદની એન્ડેવર કેરિયર્સ દ્વારા આયોજિત આ પ્રશ્નોત્તરી સ્પર્ધા ખૂબ જ સફળ રહી હતી. અમદાવાદ જિલ્લાની બધી સ્કૂલોના કોઈપણ શાખા, માધ્યમ અને બોર્ડના ૧૦મા, ૧૧મા અને ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓ માટે તે ખૂલ્લી હતી.
આ ક્વિઝ (પ્રશ્નોત્તરી)નું આયોજન અમદાવાદ ક્વિઝ ક્લબ અને વડોદરા ક્વિઝ ક્લબના સ્થાપક કુશાન પટેલ દ્વારા કરાયું હતું.
એન્ડેવર સ્કૂલ ક્વિઝની ૩જી આવૃત્તિમાં અમદાવાદ જિલ્લાની ૫૭ સ્કૂલોમાંથી ૧૮૨ ટીમોએ ભાગ લીધો હતો, જે ૩ રાઉન્ડ્સ લેખન, સેમિફાઈનલ અને ફાઈનલ હતી. ક્વિઝમાં ભાગ લેનારી કુલ ૧૮૨માંથી ૮ ટીમોએ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો અને ૬ ટીમો ફાઈનલમાં પહોંચી હતી.
આ એન્ડેવર સ્કૂલ ક્વિઝ માટેના વિજેતાઓ રિવરસાઇડ સ્કૂલમાંથી હુસૈન લોખંડવાલા અને આદિત્ય મહેતા પછી ડીપીએસ બોપલ સ્કૂલના મૌસમ અને ચિન્મય અને સેન્ટ કબીર સ્કૂલના અદ્યા અને પ્રથમ છે.
એન્ડેવર કેરીયર્સના ડિરેક્ટર હિતેષ દેવલિયાએ જણાવ્યું હતું કે, ‘મને આનંદ છે કે અમદાવાદની સંપૂર્ણ સ્કૂલ અને પેરેન્ટ કોમ્યુનિટી દ્વારા એન્ડેવર સ્કૂલ ક્વિઝ ૩.૦ની પ્રશંસા કરવામાં આવી છે અને તેને ગુજરાતની સૌથી મોટી સ્કૂલ ક્વિઝ બનાવવામાં આવી છે અને હવે અમે તેને આગામી સ્તર પર લઈ જવા માગીએ છીએ. અમે ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨ના બધી જ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે મફત કાઉન્સેલિંગ સત્ર યોજવાની જાહેરાત કરી છે.’