નવી દિલ્હી :સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા ઈÂન્ડયન રેલવે કેટેરીંગ એન્ડ ટ્યુરીઝમ કોર્પોરેશન કૌભાંડ કેસમાં આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવના પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ તથા અન્યોને આજે જામીન મળી ગયા હતા.
આની સાથે જ લાલુના પરિવારના સભ્યોને રાહત થઈ હતી. દિલ્હી કોર્ટના સ્પેશિયલ જજ અરૂણ ભાર્ગવ દ્વારા ૧૯મી નવેમ્બર સુધી તેમને વચગાળાના જામીન અપાયા હતા. કથિત કૌભાંડમાં ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા મની લોન્ડરીંગ કેસમાં આ તમામને જામીન મળ્યા હતા. કોર્ટે ૧૯મી નવેમ્બરના દિવસે સીબીઆઈ અને ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં વીડિયો કોન્ફરન્સીંગ મારફતે ઉપÂસ્થત થવા માટે આદેશ કર્યો છે. એક લાખ રૂપિયાના અંગત બોન્ડ અને આટલી જ રકમના આધાર ઉપર તેમને જામીન આપવામાં આવ્યા છે.