રાજકોટ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રીજા દિસે જ ભારતે વિÂન્ડઝ ઉપર એક ઈનિંગ્સ અને ૨૭૨ રને જીત મેળવીને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી હતી. આ ટેસ્ટ મેચ જીત્યા બાદ વિરાટ કોહલીએ ટીમ ઈÂન્ડયાના ખેલાડીઓની ભરપુર પ્રશંસા કરી હતી. ખાસ કરીને રવિન્દ્ર જાડેજા અને પૃથ્વી શોની પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું હતું કે અમે ખુશ છીએ કે ટીમના તમામ ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો છે. ખાસ કરીને પૃથ્વી શો અને જાડેજાએ જારદાર દેખાવ કર્યો છે. પહેલી મેચમાં જ પૃથ્વી શો એ શાનદાર સદી ફટકારી છે.
મળેલી તકને સફળ સાબિત કરી બતાવી છે. એક કેપ્ટન તરીકે તેના માટે આ ખૂબ સારી બાબત રહી છે. હોમ ગ્રાઉન્ડ ઉપર પોતાની પ્રથમ સદી ફટકારનાર રવિન્દ્ર જાડેજાની પ્રશંસા કરતા વિરાટ કોહલીએ કહ્યું હતું કે જાડેજાએ પણ જારદાર દેખાવ કર્યો હતો. કોહલીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે આગામી મેચોમાં પણ શાનદાર દેખાવ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. સમી અને ઉમેશ યાદવે પણ શાનદાર દેખાવ કર્યો છે. કોહલીએ કહ્યું હતું કે બીજી ઈનિંગ્સમાં કુલદીપે એક પછી એક વિકેટો ઝડપીને ટીમની જીને સરળ બનાવી દીધી હતી. પ્રથમ ઈનિંગ્સમાં ચાર વિકેટ ઝડપનાર અશ્વિને બીજી ઈનિંગ્સમાં પણ બે વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલી હાલમાં જ યોજાયેલા એશિયા કપમાં રમ્યો ન હતો.
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે એશિયા કપમાં ટ્રોફી જીતી લેવામાં સફળતા મેળવી હતી. ભારતીય ટીમ સતત બીજી વખત એશિયા કપમાં વિજેતા બની હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં વિÂન્ડઝને કચડી નાખીને ભારતીય ટીમે પોતાની તાકાતનો પરિચય આજે આપી દીધો હતો.