રાજકોટ: રાજકોટના મેદાન ઉપર રમાઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે વેસ્ટ ઇન્ડિઝની ટીમ તેના પ્રથમ દાવમાં ભારતના નવ વિકેટે ૬૪૯ રન દાવ ડિકલેરના જવાબમાં ૧૮૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેથી તેને ફોલોઓન થવાની ફરજ પડી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે વિન્ડીઝે એક વિકેટ ગુમાવીને ૫૮ રન કર્યા હતા. આ ટેસ્ટમાં ભારતની જીત હવે નિશ્ચત દેખાઇ રહી છે. રાજકોટ ટેસ્ટમાં ગઇકાલે જ ભારતે ભારતે સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતે નવ વિકેટે ૬૪૯ રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી ૧૮ વર્ષની વયમાં ટેસ્ટ ડેબ્યુ કરનાર પૃથ્વી પંકજ શોએ શાનદાર દેખાવ કર્યો હતો.
ટેસ્ટ પ્રવેશની સાથે જ સદી પૂર્ણ કરનાર તે સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયો હતો. શોએ ગયા વર્ષે આ જ મેદાન પર રણજી ટ્રોફી મેચમાં પ્રવેશ કરીને સદી ફટકારી હતી. અગાઉ પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ ૨૦૧૬માં છેલ્લી શ્રેણી રમાઇ હતી. બંને દેશો વચ્ચે હજુ સુધી કુલ ૯૪ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૧૮ અને વેસ્ટ ઇÂન્ડઝે ૩૦ ટેસ્ટ મેચજીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. દેવેન્દ્ર બિસુ, ગાબ્રિયેલ, કિરેન પોવેલ, ક્રેગ બ્રેથવેઇટ પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વેસ્ટ ઇÂન્ડઝની ટીમ અંકદરે નબળી દેખાઇ રહી છે.
જા કે ટેસ્ટ ક્રિકેટમાં તેની ટીમ કોઇ પણ સમય જારદાર દેખાવ કરી શકે છે.ટીમમાં કેટલાક પ્રતિભાશાળી ખેલાડી રહેલા છે.વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા ભારતીય ટીમ પર પ્રભુત્વ ધરાવતી હતી. જ્યારે ક્લાઇવ લોઇડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી ત્યારે તેમની ટીમ ખુબ શક્તિશાળી હતી. એ વખતે ભારતીય ટીમ પ્રમાણમાં નબળી હતી. વેસ્ટ ઇન્ડિઝના બોલરોનુ પ્રભુત્વ રહેલુ હતુ.
વિન્ડીઝની ટીમમાં માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટસ અને અન્ય બોલરો હતા. જે શÂક્તશાળી હતા. તેમની સામે રમવામાં તો દરેક બોલરોને તકલીફ પડતી હતી. તમામ ચાહકો જાણે છે કે ભારત અને વિન્ડિઝ વચ્ચે ક્રિકેટ સંબંધોની શરૂઆતને ૭૦ વર્ષ પુરા થઇ રહ્યા છે. ૧૯૪૮માં ભારત સ્વતંત્ર થયા બાદ વેસ્ટઇન્ડિઝ અને ભારત વચ્ચે નવેમ્બરમાં પ્રથમ શ્રેણી રમાઈ હતી. ભારતની ક્રિકેટ સફર ૧૯૩૨માં શરૂ થઇ હતી. ત્યારબાદ આગામી ત્રણ સિરિઝ ઇંગ્લેન્ડ સામે રમાઈ હતી. ભારતનો પ્રવાસ વેસ્ટઇન્ડિઝે ૧૯૪૮-૪૯માં કર્યો હતો. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ૧-૦થી જીતી હતી.