મુંબઇ: શેરબજાર આજે ફરી એકવાર હચમચી ઉઠ્યું હતું. સતત ત્રીજા દિવસે ઘટાડાનો દોર જારી રહ્યો હતો. શુક્રવારનાદિવસે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ બજારમાં હાહાકાર મચાવ્યો હતો. મુંબઈ સ્ટોક એક્સચેંજના ૩૦ શેર સેંસેક્સમાં ૭૯૨ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. આની સાથે જ સેંસેક્સ ૨.૨૫ ટકા અથવા તો ૭૯૨ પોઇન્ટ ઘટીને ૩૪૩૭૭ની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૨૮૩ પોઇન્ટ ઘટીને અથવા તો ૨.૬૭ ટકા ઘટીને ૧૦૩૧૬ની સપાટીએ રહ્યો હતો. વેચવાલીનો અંદાજ આનાથી લગાવી શકાય છે કે, બીએસઈમાં લિસ્ટેડ ૭૦.૧૨ ટકા એટલે કે ૧૯૫૦ શેર ઘટીને બંધ રહ્યા હતા.
માત્ર ૨૫.૨૧ ટકા અથવા તો ૭૦૧ શેર તેજીમાં રહ્યા હતા. એનએસઈમાં ૧૩૫૯ શેર મંદીમાં રહ્યા હતા અને ૪૦૨ શેર તેજીમાં રહ્યા હતા. સેંસેક્સમાં ૩૧ શેર પૈકી માત્ર ચાર શેર તેજી રહ્યા હતા. ૨૭ શેરમાં ઘટાડો થયો હતો. નિફ્ટીના ૪૨ શેર મંદીમાં રહ્યા હતા. માત્ર આઠ શેર તેજીમાં રહ્યા હતા. આજે પણ ઓએનજીસીના શેરમાં ૧૫.૯૩, રિલાયન્સ ૬.૩૧, અદાણી ૫.૩૬, એસબીઆઈમા ૪.૭૩, ભારતી એરટેલમાં ૪.૨૭, મારુતિમાં ૪.૧૮, યશ બેંકમાં ૪.૧૬ ટકા ઘટાડો રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં ૨૪.૫૦, બીપીસીએલમાં ૧૯.૬૦, આઈઓસીમાં ૧૬.૨૫, ઓએનજીસીમાં ૧૪.૬૮, ગેઇલમાં ૧૦.૩૦, બજાજ ફાઈનાન્સમાં ૯.૮૩, રિલાયન્સમાં ૬.૫૩ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. ક્રૂડની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં રોકાણકારોમાં ભાગદોડ મચી ગઈ છે. શેરબજાર આજે સતત ત્રીજા દિવસે પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા કારોબારીઓ હચમચી ઉઠ્યા હતા. દલાલ સ્ટ્રીટ જુદા જુદા પરિબળોના કારણે હચમચી ઉઠતા કોર્પોરેટ જગતમાં પણ તેની ચર્ચા જાવા મળી હતી. ગઇકાલે ગુરૂવારના દિવસે સેંસેક્સમાં ૮૦૬ પોઇન્ટનો રેકોર્ડ કડાકો બોલી ગયો હતો. જેથી તેની સપાટી ૩૫૧૬૯ રહી હતી. નિફ્ટી ૨૫૯ પોઇન્ટ ઘટીને ૧૦૫૯૯ની નીચી સપાટી પર રહ્યો હતો.
શેરબજારમાં બુધવાર અને ગુરુવારના દિવસે મળીને બે દિવસના ગાળામાં ૧૩૫૭ પોઇન્ટનો ઉલ્લેખનીય ઘટાડો થઇ ચુક્યો છે. આજે તેમાં વધુ ૭૯૨ પોઇન્ટનો ઘટાડો થયો હતો. ઇરાન ઉપર અમેરિકાએ પ્રતિબંધ મુક્યા બાદ ક્રૂડની કિંમતના ભાવ ઝડપથી વધી રહ્યા છે. શેરબજારમાં આજે ફરી એકવાર હાહાકારની સ્થિતિ રહી હતી.ફેબ્રુઆરી ૨૦૧૬ બાદથી દલાલસ્ટ્રીટ માટે સપ્ટેમ્બર મહિનાની સ્થિતિ સૌથી ખરાબ રહી હતી. આ ગાળા દરમિયાન સેંસેક્સમાં ૨૪૧૮ પોઇન્ટનો ઘટાડો થયો હતો. અથવા તો ૬.૨૬ ટકા સુધીનો ઘટાડો થયો હતો. નિફ્ટીમાં ૭૫૦ પોઇન્ટ અથવા તો ૬.૪૨ ટકાનો ઘટાડો થયો હતો. ભારતની સર્વિસ સેક્ટરની ગતિવિધિ ઓગસ્ટ મહિનામાં જુલાઈની સરખામણીમાં ધીમી રહી છે. જુલાઈમાં ૨૧ મહિનાની ઉંચી સપાટી જાવા મળી હતી.
શેરબજારમાં સતત ઘટાડાના પરિણામ સ્વરુપે કારોબારી હચમચી ઉઠ્યા છે. વૈશ્વિક બજારોમાં પણ આવી જ Âસ્થતિ જાવા મળી રહી છે. બોન્ડ યિલ્ડમાં વધારો થઇ રહ્યો છે જેથી રોકાણકારો ચિંતાતુર બની ગયા છે. આજે કારોબાર દરમિયાન ઇન્ટ્રાડે વેળા સેંસેક્સમાં ૯૦૦ પોઇન્ટનો ઘટાડો થયો હતો. છેલ્લા ત્રણ દિવસની વાત કરવામાં આવે તો સેંસેક્સમાં ૨૧૪૯ પોઇન્ટનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે જે ખુબ જ મોટો ઘટાડો છે. બીપીસીએલ, આઈઓસી, એચપીસીએલમાં બાવન સપ્તાહની નીચી સપાટી જાવા મળી હતી. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧.૫ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. યશ બેંક, એસબીઆઈ, બેંક ઓફ બરોડાના શેરમાં ૫.૧ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં યથાસ્થિતિ રાખવામાં આવી હોવા છતાં બેંકિંગ શેરમાં મોટો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૪.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં ૩.૨ ટકા, રિયાલીટીમાં ૩ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો.