નવીદિલ્હી: કેન્દ્રની મોદીની સરકારે તહેવારની સિઝનમાં ખેડૂતોને મોટી રાહત આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટે આજે રવિ પાકના એમએસપીમાં ૨૧ ટકા સુધીનો વધારો ઝીંકી દીધો હતો. આની સાથે જ ખેડૂતોના હાથમાં ૬૨૬૨૫ કરોડ રૂપિયા વધુ આપી દીધા છે. આજે રવિ પાકના લઘુત્તમ સમર્થન મૂલ્ય વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે નવો નિર્ણય કર્યા બાદ ઘઉંના એમએસપી ૧૦૫ રૂપિયા પ્રતિક્વિન્ટલ વધી ગયા છે જ્યારે ચણાના એમએસપી ૨૨૦ રૂપિયા પ્રતિક્વિન્ટલ વધી ગયા છે. મસુરના એમએસપીમાં ૨૨૫ રૂપિયા ક્વિન્ટલદીઠ વધી ગયા છે.
જ્યારે સરસિયાના એમએસપી પ્રતિક્વિન્ટલ ૨૦૦ રૂપિયા વધી ગયા છે. આ રીતે રવિ પાકની નવી એમએસપીની જાહેરાત કરવામાં આવી હતી. પાક વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઘઉંના સમર્થન મૂલ્યને વધારી દેવામાં આવતા વહે સમર્થન મુલ્ય ૧૮૪૦ રૂપિયા પ્રતિÂક્વન્ટલ થઇ ગયું છે. પાક વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રતિક્વિન્ટલ ઘઉંની સમર્થન કિંમત ૧૭૩૫ રૂપિયા હતી. આવી જ રીતે સરસિયાના એમએસપી વધારીને ૪૨૦૦ રૂપિયા પ્રતિક્વિન્ટલ કરી દેવામાં આવી છે. ચણાના સમર્થન મુલ્યને વધારીને પ્રતિક્વિન્ટલ ૪૬૨૦ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આવી જ રીતે મસુરના સમર્થન મુલ્યને વધારીને ૪૪૭૫ રૂપિયા પ્રતિક્વિન્ટલ કરી દેવાતા ખેડૂતોને ઘણા અંશે તકલીફ દૂર થશે.
ઘઉંના સમર્થન મુલ્યમાં છ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે જ્યારે અન્ય રવિ પાકમાં ૨૧ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ પગલાના પરિણામ સ્વરુપે ખેડૂતોને ૬૨૬૩૫ રૂપિયા વધારાની આવક થશે. આના લીધે ઉંચા ખર્ચ અને ઓછા રિટર્નના મામલામાં ખેડૂતોમાં જે નારાજગી છે તે કેટલાક અંશે દૂર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટિની બેઠક યોજાઈ હતી જેમાં રવિ પાક અથવા તો છ શિયાળાની વાવણી માટે લઘુત્તમ સમર્થન મૂલ્યમાં વધારાને મંજુરી આપવામાં આવી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, આ નિર્ણયથી ખેડૂતોની આવક ૬૨૬૩૫ કરોડ વધારાની થશે. શેરડીના મામલે તથા સમર્થન મુલ્ય ઉંચાની માંગ કરીને દિલ્હી-એનસીઆરમાં ખેડૂતો દ્વારા જારદાર દેખાવો કરવામાં આવ્યા હતા.
આ વિરોધ પ્રદર્શનના એક દિવસ બાદ જ વધારો કરાયો છે. થોડાક મહિના પહેલા જ સરકાર ખરીફ પાક માટે પણ ઉંચા એમએસપીની જાહેરાત કરી હતી. આની સાથે જ ઉત્પાદનના તેમના ખર્ચના ૫૦ ટકા વધુ રકમ આપવાનું વચન પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પગલાના પરિણામ સ્વરુપે ખેડૂતોની તકલીફ દૂર થઇ રહી છે. આગામી વર્ષે સામાન્ય ચૂંટણી યોજાનાર છે અને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પણ હવે યોજાનાર છે. આવા સમયમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. મસુરના એમએસપીમાં ૨૨૫નો વધારો કરાયો છે. સુર્યમુખીના એમએસપીમાં ૮૪૫ રૂપિયા પ્રતિક્વિન્ટલનો વધારો કરાયો છે. સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ખેડૂતોની આવક બે ગણી કરવાની દિશામાં સરકાર ઝડપથી આગળ વધી રહી છે. ઘઉં માટે ઉત્પાદન ખર્ચ પ્રતિક્વિન્ટલ ૮૬૬ રૂપિયા છે જ્યારે એમએસપી ૧૮૪૦ રૂપિયા છે. ખેડૂતોને ૧૧૨.૫ ટકાનો રિટર્ન આપવામાં આવી રહ્યો છે. ચણાના કેસમાં એમએસપી ઉત્પાદનના ખર્ચ કરતા ૭૫ ટકા વધારે છે. મસુરના સમર્થન કિંમત ઉત્પાદનના ખર્ચ કરતા ૭૬.૭ ટકા વધારે છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયના પરિણામ સ્વરુપે Âસ્થતિમાં સુધારો થશે. કૃષિમંત્રી રાધામોહનસિંહે કહ્યું હતુ ંકે, રવિ પાક માટેના એમએસપી ઉત્પાદન ખર્ચ કરતા ૫૦થી ૧૧૨ ટકા સુધી વધારે છે જે ખેડૂતોને ખુબ મોટી રાહત આપશે. એડવાઈઝરી બોડી સીએસીપીની ભલામણના આધાર પર આ નિર્ણય લેવાયા છે.