નવી દિલ્હીઃ જસ્ટીસ રંજન ગોગોઇએ આજે દેશના ૪૬માં સીજેઆઇ અથવા તો ચીફ જસ્ટીસ ઓફ ઇÂન્ડયા તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં તમામ ટોપની હસ્તીઓ હાજર રહી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સવારે પૌણા ૧૧ વાગે આ શપથવિધી યોજવામાં આવી હતી. સીજેઆઇ બનનાર તેઓ પૂર્વાંચલના પ્રથમ જજ છે. તેમના પિતા આસામના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે. આ પહેલા પૂર્વ સીજેઆઇ દિપક મિશ્રા સુપ્રીમ કોર્ટના સ્થાયી જજ તરીકે ૨૧ વર્ષની સેવા બાદ નિવૃત થયા હતા.
તે પૈકી ૧૪ વર્ષ સુધી તેઓ જુદી જુદી હાઇકોર્ટમાં જજ તરીકે રહ્યા હતા. જસ્ટીસ ગોગોઇ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૧ના દિવસે ગુવાહાટી હાઇકોર્ટના જજ બન્યા હતા. ૨૩મી એપ્રલ ૨૦૧૨ના દિવસે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા હતા. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લાંબા સમય સુધી સેવા આપી હોવા છતાં તેમની ખાનગી સંપત્તિ મામુલી રહી છે. સફળ વરિષ્ઠ વકીલોની તુલનામાં તેમની સંપત્તિ નહીંવત સમાન છે. સીજેઆઇની પાસે સોનાની કોઇ જ્વેલરી નથી.
તેમની પÂત્ન પાસે પણ જે જ્વેલરી છે તે તેમના લગ્ન વેળાની રહેલી છે. પૂર્વ સીજેઆઇ મિશ્રાની પાસે સોનાની બે અંગુઠી છે. જા કે ગોગોઇ પર કોઇ પણ દેવુ નથી. પૂર્વ સીજેઆઇની પાસે દિલ્હીના મયુર વિહારમાં એક ફ્લેટ ખરીદવા માટે ૨૨.૫ લાખ રૂપિયાની લોન લીધેલી છે. મિશ્રાની પાસે કટકમાં એક અન્ય આવાસ પણ છે. એલઆઇસી પોલીસી સહિત સીજેઆઇની પાસે કુલ ૩૦ લાખ રૂપિયાના બેંક બેલેન્સ છે.